Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને હવે થશે આટલો દંડ, વાંચો સમગ્ર માહિતી

કોરોનાનો કાળો કહેર સમગ્ર દેશમાં વધી રહ્યો છે જયારે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે જયારે માસ્ક ન પહેરનાર પાસેથી ૨૦0 દંડ ફરજીયાત કર્યો હતો જયારે સરકારે ૫૦૦નો પણ દંડ નક્કી કર્યો હતો. હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે.જયારે 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

જયારે બીજી બાજુ મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

ઉલેખનીય છે કે હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ 500 રૂપિયા લેખે વસૂલવામાં આવશે. 

Related posts

પત્ની પતિનાં અગત્યનાં દસ્તાવેજો લઈ અમેરિકા જતી રહી : મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

aapnugujarat

કલોલના સાંતેજ ગામમાં દિવાલ ધસી પડતાં બે બાળકોએ ગુમાવ્યો જીવ

aapnugujarat

परप्रांतियों पर हमले को लेकर भाजपा ने कड़ी आलोचना की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1