Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું નિધન

વર્ષ 2020 સૌ કોઇ માટે બહુ ભારે રહ્યું છે.. તેમાં પણ ઘણા લોકોના નિધનના સમાચાર આવે છે.. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું આજે સોમવારે સાંજે નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા.

રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક ક્ષણના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર તેમણે 95 વર્ષનું સંપૂર્ણ અને ઉમદા જીવન જીવ્યું અને તેમના જીવન દરમિયાન ભારતની સફળતાના સાક્ષી અને આજે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસનો નાનો ભાગ બન્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં કો ફાઉન્ડર રમણિક ભાઈના પુત્ર વિમલના નામ પરથી ધીરૂભાઇ અંબાણી કાપડની બ્રાન્ડ વિમલ શરૂ કરી હતી.. ગુજરાત સરકારમાં ઊર્જામંત્રી સૌરભ પટેલ તેમના જમાઇ છે, તેમની પુત્રીના લગ્ન ઊર્જામંત્રી સૌરભ પટેલ સાથે થયા છે..

Related posts

कई कंपनियों का निजीकरण करने की केंद्र सरकार ने तैयारिया की पूरी

aapnugujarat

માઈક્રો ડેટા સહિત છ પરિબળોની શેરબજાર ઉપર અસર રહેશે

aapnugujarat

૧૦ પૈકીની ૫ કંપનીની મૂડી ૫૩૧૩૩ કરોડ રૂપિયા વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1