Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની ૫ કંપનીની મૂડી ૫૩૧૩૩ કરોડ રૂપિયા વધી

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં સંયુક્તરીતે ૫૩૧૩૨.૬૭ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે. એસબીઆઈ, ટીસીએસની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ટીસીએસ, ઇન્ફોસીસ, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જોરદાર વધારો થયો છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં નોધપાત્ર ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૨૪૮૧૦.૪૯ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૨૩૮૨૮૬.૪૯ કરોડ થઇ ગઇ છે. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની એસબીઆઈની માર્કેટ મૂડી સૌથી વધુ વધી છે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૬૬૭૩.૪૫ કરોડ વધી છે. આની સાથે જ તેની મૂડી ૬૮૭૧૨૩.૯૬ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૯૮૩૯.૫ કરોડ વધીને ૨૬૮૩૮૫.૫૪ કરોડ થઇ છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડી શુક્રવારના દિવસે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સાત લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ હતી. મારુતિની માર્કેટ મૂડીમાં ૧૦૩૬.૧૪ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૨૫૮૧૮૩.૩૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૭૭૩.૦૯ કરોડ વધીને ૨૪૭૪૨૮.૦૧ કરોડ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમા શુક્રવારના દિવસે સતત તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ શુક્રવારે ૨૬૨ પોઇન્ટ ઉછળીને ૩૪૯૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરી રહી હતી અને તેજી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ે ટકાનો ઉછાળો નોંધાયો હતો. હિન્ડાલ્કો, સેઇલ, જેએસપીએલ, તાતા સ્ટીલમાં તેજી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી અને તાતા મોટર્સના શેરમાં ઉછાળો રહ્યો હતો. દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ નિકાસકાર કંપની ટીસીએસની માર્કેટ મૂડી ઇન્ટ્રા ડે દરમિયાન સાત ટ્રિલિયન રૂપિયાના આંકડાને પાર કરી ગઈ હતી. આની સાથે જ તે પ્રથમ ભારતીય બની હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે.

Related posts

લેમનટ્રી હોટેલ્સના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થશે

aapnugujarat

બીપીઓ સેક્ટરને જીએસટીથી રાહત મળે તેવી શક્યતા

aapnugujarat

એફડી રેટમાં વધારો કરવા અન્ય બેંકની સક્રિય તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1