Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢ સરકારે લોકડાઉન લંબાવ્યુ

છત્તીસગઢમાં કોરોના સંક્રમણના વધતા મામલાને લઈ રાજ્ય સરકારે લોકડાઉન છ ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંત્રીઓ સાથે કેબિનેટ મીટિંગ બાદ આ નિર્ણય લીધો હતો.
છત્તીસગઢના મંત્રી રવિન્દ્ર ચૌબેએ જમાવ્યું, રાજ્યની આજે યોજાયેલી કેબિનેટ મીટિંગમાં કોવિડ-૧૯ના કારણે અસરગ્રસ્ત જિલ્લામાં લોકડાઉન ૬ ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે હાલ ૯ દિવસ માટે લોકડાઉન વધાર્યું છે. આ ઉપરાંત સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાનો પણ ફેંસલો કર્યો છે.
રાજ્ય સરકારે મંજૂરી વગર કોઈપણ ખાનગી લેબ કે હોસ્પિટલમાં કોરોનાની તપાસ માટે રેપિડ એંટિબોડી ટેસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તપાસ કરતાં પકડાવા પર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ અંગે સ્વાસ્થ્ય વિભાગે તમામ જિલ્લા મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓને પત્ર લખ્યો છે.

Related posts

૭ વર્ષમાં મોદી સરકારને પેટ્રોલ – ડીઝલથી ૧૬.૭ લાખ કરોડની આવક થઇ

editor

बच्चों की मौत के सवाल पर मीडिया पर भड़क गए नीतीश

aapnugujarat

PM meets top scientific officials of Government of India

aapnugujarat

Leave a Comment

UA-96247877-1