Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત

હાલમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે નવરાત્રી પર્વ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. નવરાત્રિ માટે સરકાર મંજૂરી આપશે કે નહીં તેનો ડર આયોજકોને સતાવી રહ્યો છે. તો નવરાત્રિની અનિશ્ચિતતાને લઈ આજે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબા આયોજકોએ સીએમ રૂપાણી સાથે મીટિંગ કરી હતી. અને નાના પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી માગી હતી. આજે બપોરે અમદાવાદ, રાજકોટ સહિતનાં ગરબાનાં આયોજકોએ સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી.
બેઠક યોજાયા બાદ ગરબા આયોજકોએ જણાવ્યું કે, હાલમાં નવરાત્રિ યોજવી શક્ય નથી. ગરબાના આયોજકોએ સીએમ રૂપાણી પાસે લિમિટેડ લોકો સાથે ગરબાની મંજરી માગી છે. અમે નવરાત્રિમાં ગરબા માટે ઘણા આશાવાદી છે. ખેલૈયાઓ ૧૦૦૦ રૂપિયા ખર્ચે. પાસનાં પૈસામાંથી અનેકલ કોલોનાં ઘર ચાલે છે. ઓરકેસ્ટ્રા અને કલાકારોની પણ રજૂઆત હતી. ૨૫-૩૦ ટકા લોકો સાથે ગરબાની મંજૂરી મળવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ૩૦ ઓગસ્ટ સુધી નવરાત્રિ મામલે સરકાર કોઈ નિર્ણય નહીં લઈ શકે. આશા છે કે, ૩૦ ઓગસ્ટ બાદ સ્થિતિ સુધરશે તો ગરબાની પરમિશન મળી શકે છે.

Related posts

નવ પૈકી છ બાળકો અધૂરા માસે જનમ્યાં હોવાનું તારણ : સિવિલમાં શિશુઓનાં મોત મામલે ખુલાસો

aapnugujarat

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

aapnugujarat

દાહોદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આગામી તા. ૨૧ એપ્રીલે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીશસશીપ-પ્લેસમેન્ટ ભરતીમેળો યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1