Aapnu Gujarat
રમતગમત

ગુસ્સામાં મેં ગિલીનું ગળુ પકડી લીધું હતું : લેંગર

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટીન લેંગરે ૨૦૦૧ એશેઝ સિરીઝને વધુ એક વખત યાદ કરી છે. જ્યારે તેણે એડમ ગિલક્રિસ્ટનું ગળુ પકડી લીધુ હતું. ૨૦૦૧ એશેઝ સિરીઝની પ્રથમ ટેસ્ટથી બહાર થયા બાદ જસ્ટિન લેંગરને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. લેંગરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ રાઉન્ડર શેન વોટ્‌સન સાથે વાતચીત દરમિયાન કહ્યું,’પ્રથમ ટેસ્ટના બે દિવસ પહેલા, દિગ્ગજ સ્ટિવ વોએ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, જે સાચે જ મારા હીરો હતા. જસ્ટિન લેંગરે કહ્યું,’સ્ટિવ વોએ મારા હોટલનો દરવાજો ખખડાવ્યો, મારા રૂમમાં આવ્યા અને કહ્યું, હું નથી જાણતો કે હું તમને કેવી રીતે કહીશ પરંતુ તમે પ્રથમ ટેસ્ટ મેચમાં રમી રહ્યા નથી. હું સમજી શક્યો નહી કે હું તેમના ખભા પર માથું રાખી રડૂં કે તેમને મુક્કો મારૂં. લેંગરે કહ્યું,’સ્ટિવ વો મારા હીરો અને મારા મોટા ભાઇ સમાન છે. તેઓ મને જણાવી રહ્યા હતા અને હું દંગ રહી ગયો.
ડેમિયલ માર્ટિને એક વન-ડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને તેનું પ્રદર્શન એટલું સારૂ હતું કે, તેઓ તેની અવગણના ના કરી શક્યા. હું આથી હતાહત હતો. આખરે સ્ટિવ વો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને લેંગરને લાગ્યુ કે તેની પાસે ફરીથી ટીમમાં સ્થાન બનાવવાની સારી તક છે. પરંતુ અભ્યાસ મેચમાં તેનું પ્રદર્શન નિરાશાજનક ન હતું. જેના કારણે તેની અવગણના કરવામાં આવી. લેંગરે તેના પછી તે ઉદાહરણને યાદ કર્યું, જ્યાં તેને સસેક્સ વિરૂદ્ધ અભ્યાસ મેચમાં ગિલક્રિસ્ટની માફક રમવાની કોશિશ કરી હતી. લેંગરે કહ્યું,’એડમ ગિલક્રિસ્ટ, તેઓ મારા સારા દોસ્તોમાના એક છે અને તેઓ કેપ્ટન પણ હતા. મેં તેમનું ગળું પકડી લીધુ અને તેમને દીવાલ સાથે ઉભા કર્યા અને કહ્યું કે તમે મારી સાથે શુ ખિલવાડ કરી રહ્યા છો. ખરેખરમાં હું પરેશાન થઇ ગયો હતો.

Related posts

કોહલીએ વિરાટ સિદ્ધિ મેળવી : ૧૦ હજાર રન

aapnugujarat

कोहली नहीं तोड़ पाएंगे तेंडुलकर के 200 टेस्ट मैच रेकॉर्ड : सहवाग

aapnugujarat

मेरे परिवार के लोगों को गालियां सुननी पड़ी जिसका मुझे बहुत दुख हुआ

editor

Leave a Comment

UA-96247877-1