Aapnu Gujarat
રમતગમત

કોહલીએ વિરાટ સિદ્ધિ મેળવી : ૧૦ હજાર રન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી લીધો છે. કોહલીએ વનડે ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કરી લીધા છે. સચિન તેંડુલકરના ૧૭ વર્ષ જુના રેકોર્ડને તોડી પાડવામાં વિરાટ કોહલીએ સફળતા મેળવી છે. આ મેચથી પહેલા વિરાટ કોહલીના નામ ઉપર ૨૧૨ મેચોમાં ૨૦૪ ઇનિંગ્સમાં ૯૯૧૯ રન હતા. વિન્ડિઝની સામે આજે વિશાખપટ્ટનમ ખાતે રમાયેલી મેચમાં એસ્લે નર્સની બોલિંગમાં રન બનાવીને આ સિદ્ધિ હાસલ કરી લીધી હતી. ૨૦૫ ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ ૧૦૦૦૦ રન પુરા કર્યા હતા. સચિન તેંડુલકરે ૩૧મી માર્ચ ૨૦૦૧ના દિવસે ૨૫૯ ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કર્યા હતા. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો વિરાટ કોહલી સચિન કરતા પણ ખુબ આગળ નજરે પડે છે. સચિન કરતા ૫૪ ઇનિંગ્સ ઓછી વિરાટ કોહલીએ રમી છે. સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિના મામલામાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીજા સ્થાને છે. સૌરવે ૨૬૩ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પુરા કર્યા હતા. ૧૮મી ઓગસ્ટ ૨૦૦૮ના દિવસે શ્રીલંકાની સામે કેરિયરની શરૂઆત કરનાર કોહલીએ જાન્યુઆરી ૨૦૧૭માં વનડે કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડ સચિન તેંડુલકરના નામ ઉપર છે. ધોની પણ ૧૦૦૦૦થી પણ વધુ રન બનાવી ચુક્યો છે.

Related posts

એશિયા કપ : આજે ભારતીય ટીમની પસંદગી

aapnugujarat

पूर्व कप्तान ने अफगानिस्तान बोर्ड को बेनकाब करने की दी धमकी

aapnugujarat

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફને કોરોના, પાંચમાંથી ચાર કોરોના ટેસ્ટ પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1