Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફને કોરોના, પાંચમાંથી ચાર કોરોના ટેસ્ટ પોઝિટિવ

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ફાસ્ટ બોલર ચોથી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ રઉફનો છેલ્લો કોરોના ટેસ્ટ લાહોરમાં કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ..આ ખેલાડીના પાંચ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી ચાર રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે એક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો..

26 વર્ષીય આ ઝડપી બોલર પીસીબીના મેડિકલ પેનલની સાથે સંપર્કમાં રહેશે. 10 દિવસ પછી હારિસ રઉફનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. લાહોર કલંદર્સનો આ ફાસ્ટ બોલર સતત ત્રણ વાર કોરોના ટેસ્ટમાં ફેલ થયા હતા. જેના પછી તેને ટીમની સાથે ઈંગ્લેન્ડ ટુર પર ન મોલકવામાં આવ્યો.
હારિસ રઉફ કોરોનાથી સ્વસ્થ નહીં થાય તો તેનું ઈગ્લેન્ડ પ્રવાસમાં ટી-20 સીરીઝ રમવું મુશ્કેલ છે.

MELBOURNE, AUSTRALIA – FEBRUARY 06: Haris Rauf of the Stars celebrates taking the wicket of Jay Lenton of the Sydney Thunder during the Big Bash League Challenger match between the Melbourne Stars and the Sydney Thunder at the Melbourne Cricket Ground on February 06, 2020 in Melbourne, Australia. (Photo by Robert Cianflone/Getty Images)

પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડમાં ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને ત્રણ મેચની ટેસ્ટ સીરીઝનું આયોજન કર્યું છે.
પહેલી ટેસ્ટ ક્યારે રમવામાં આવશે જેની જાહેરાત 5 ઓગષ્ટે કરવામાં આવશે. જ્યારે ટી-20 સીરીઝ 28 ઓગષ્ટથી શરૂ થશે.
હારિસ રઉફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તરત તેને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો. હારિસ રઉફને લાહોરથી ઈસ્લામાબાદ સ્પેશલ કારથી મોકલવામાં આવ્યો.

Related posts

NADAL अमेरिकी ओपन में हिस्सा नहीं लेंगे

editor

न्यूजीलैंड टेस्ट सीरीज के लिए हो चुका है टीम का चयन : गांगुली

aapnugujarat

Australia squad announced for South Africa tour

aapnugujarat

Leave a Comment

UA-96247877-1