Aapnu Gujarat
રાષ્ટ્રીય

૭ વર્ષમાં મોદી સરકારને પેટ્રોલ – ડીઝલથી ૧૬.૭ લાખ કરોડની આવક થઇ

મોદી સરકારના ૭ વર્ષના કાર્યકાળ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલવાના આંકડાને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. પરંતુ સરકારે સંસદમાં જણાવ્યું કે ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ વચ્ચેના સાત વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ સહિત કુલ ૧૬.૭ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કુંવર દાનિશ અલીના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ૨૦૧૩-૧૪માં (યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન) અનબ્રાંડેડ પેટ્રોલ પર ૯.૨૦ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી અને ડીઝલ પર ૩.૪૬ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવી હતી. પરંતુ હાલમાં બિનબ્રાન્ડેડ પેટ્રોલ પર ૨૭.૯૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૨૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવી રહી છે. દાનિશ અલીનો પ્રશ્ન કે શું સરકારે છેલ્લા સાત વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી તરીકે રૂ. ૩૬ લાખ કરોડ એકત્ર કર્યા છે, નાણા રાજ્ય મંત્રીએ કહ્યું, ના સાહેબ.
જાે કે, કોરોના મહામારીના વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીથી થતી આવક બમણી થઈ ગઈ છે. સરકારે ખુદ સંસદમાં આ માહિતી આપી છે. ૨૦૨૦-૨૧માં (એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ સુધી), કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂ. ૩.૭૨ લાખ કરોડની આવક થઈ છે જ્યારે ૨૦૧૯-૨૦માં માત્ર રૂ. ૧.૭૮ લાખ કરોડ એક્સાઈઝ ડ્યુટી તરીકે પ્રાપ્ત થયા હતા.
પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી અંગેની તમામ ટીકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા જ પેટ્રોલ પર પ્રતિ લીટર ૫ રૂપિયા અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

Related posts

કોરોના રસીની રાહ જોઇ રહેલા દેશોને ધીરજ રાખવા સીરમના સીઇઓની અપીલ

editor

कृषि बिल पर सिद्धू का बड़ा बयान, कहा – पंजाब और हर पंजाबी किसानों के साथ

editor

સીબીઆઈના નંબર ૧ અને ૨ને રજા પર ઉતારાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1