Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીબીઆઈના નંબર ૧ અને ૨ને રજા પર ઉતારાયા

સીબીઆઈમાં ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા જબરદસ્ત વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કેસમાં દખલગીરી કરી છે. કેન્દ્ર સરકારે કડક પગલાં ઉઠાવતા સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર કરી દીધા છે. વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી છે. અને અધિકારીઓને તેમજ કર્મચારીઓને અંદર પ્રવેશ માટે મનાઇ કરાતા પરત મોકલવામાં આવી રહ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર પદે હતા. ૧૯૮૬ની બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે. દરમિયાન સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર ૨૬ ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે.સીબીઆઈના ઈતિહાસમાં આટલી ઊથલપાથલ અગાઉ ક્યારેય નથી જોવા મળી. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં રાવને તાત્કાલીક વર્માના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ પોતાન જ સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં તેમના પર માંસના વ્યાપારી મોઈન કુરેશી પાસેથી ૩ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ મામલે દખલગીરી કરી હતી.
ડાયરેક્ટર આલોક વર્માની વડાપ્રધાન સાથે મુલાકાત થઇ અને એક જ કલાકમાં આ કેસ સાથે સંકળયેલા ડીએસપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરાઇ હતી. તેના થોડા કલાકો પછી અધિકારીઓના ઠેકાણાઓ પર પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.બીજી બાજુ, આ કેસમાં ભ્રષ્ટાચારના આરોપો પર કેસ કરવાના સીબીઆઈના નિર્ણયને રાકેશ અસ્થાના સહિત દેવેન્દ્ર કુમારે કોર્ટમાં પડકાર્યો છે. સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારે તપાસ એજન્સીના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા લાંચના આરોપોના સંબંધમાં પોતાની ધરપકડને પડકારતા ગઈકાલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટે આ મામલે આગામી સુનાવણી ૨૯ ઓક્ટોબરે મુલતવી રાખી છે. કોર્ટે જણાવ્યું કે ૨૦ ઓક્ટોબરે સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા રાકેશ અસ્થાના પર લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપશે. કોર્ટે રાકેશ અસ્થાનાની ધરપકડ પર રોક લગાવી છે અને આ મામલે યથાસ્થિતિ બનાવી રાખવા જણાવ્યું છે.

Related posts

ઉજજ્વલા યોજનામાં ફેરફાર : બધાં રેશનકાર્ડ ધારકોને ફ્રી કનેક્શન મળશે

aapnugujarat

महबूबा मुफ्ती ने रिहा होने के बाद की पीडीपी नेताओं संग बैठक

editor

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા તમામ પ્રયાસો જારી : કેજરીવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1