Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા તમામ પ્રયાસો જારી : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનની અટકળોને લઇને કહ્યું છે કે, તેમને કોઇપણ પ્રકારનો સંદેશ મળ્યો નથી. કેજરીવાલે ભારપૂર્વક કહ્યું છે કે, તેમની પાર્ટી આત્મવિશ્વાસથી ભરપુર છે. સાતે સાત સીટો ઉપર તેમની પાર્ટી લોકસભા ચૂંટણીમાં જીત મેળવશે. દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા આપવાના સંદર્ભમાં આંદોલનના નામ ઉપર લોકસભા ચૂંટણીની વાત પણ કેજરીવાલે કરી હતી. કોંગ્રેસ સાથે ગઠબંધનના અહેવાલો ઉપર દિલ્હીના મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે, જેટલી માહિતી મિડિયા પાસે છે તેટલી જ માહિતી અમારી પાસે છે. મિડિયામાં જે કોંગ્રેસ તરફથી શિલા દિક્ષીતનું નિવેદન આવ્યું છે તે જ માહિતી અમારી પાસે છે. દિલ્હીના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ તરફથી સત્તાવારરીતે અમને માત્ર બે સૂચના મળી છે. શરદ પવારના આવાસ ઉપરલ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ ગઠબંધનને લઇને ઇન્કાર કર્યો હતો. બીજી શિલા દિક્ષીતનું નિવેદન આવ્યું છે. આ બે બાબતો અમારી પાસે આવી છે. દિલ્હીના લોકો આ વખતે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને ટેકો આપશે. દિલ્હીની સાથે ભાજપ અને કોંગ્રેસના લોકોએ વિશ્વાસ ઘાત કર્યો છે. ગઠબંધન નહીં થવાને લઇને પોતાની પાર્ટીની સ્થિતિ વધારે મજબૂત થઇ હોવાની વાત દિલ્હીના મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં એક સપ્તાહના અમારા ઇન્ટરનલ સર્વેમાં દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને સાતે સાત સીટો જીતાડી રહ્યા છે. જેટલા પણ સર્વે આવી રહ્યા છે તે તમામ સર્વે પાર્ટીને જીત આપે છે. એક મહિનાની અંદર જ જે માર્ગો પર સારા પરિણામને લઇને ચર્ચા કરતા હતા તે લોકો પૂર્ણ રાજ્યને લઇને અમારી માંગ સાથે દેખાઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદિલી સર્જાઈ છે તેને લઇને ભાજપનું વલણ નકારાત્મક થઇ રહ્યું છે. ૫૬ ટકા લોકો નુકસાનની વાત કરી રહ્યા છે. કેજરીવાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગયા બાદ આનાથી ભાજપને ફાયદો થવાની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં માહોલ શું છે તે અંગે તેઓ કહેવાની સ્થિતિમાં નથી પરંતુ દિલ્હીમાં ભાજપને ચોક્કસપણે નુકસાન થશે. દિલ્હીમાં ૫૬ ટકા લોકો અમારા સર્વેમાં ભાજપને નુકસાનની વાત કરી રહ્યા છે. કેજરીવાલના નિવેદનને લઇને પણ અન્ય રાજકીય પક્ષો તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અમે ચૂંટણી લડીશું.

Related posts

કેરળમાં ભાજપના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો

aapnugujarat

ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી

aapnugujarat

જોકીહાટ પેટાચૂંટણી : તેજસ્વીની ચમક સામે ફિક્કા પડ્યા નીતીશ કુમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1