Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જોકીહાટ પેટાચૂંટણી : તેજસ્વીની ચમક સામે ફિક્કા પડ્યા નીતીશ કુમાર

બિહારના જોકીહાટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં નીતિશ કુમાર માટે પોતાના સ્વમાનની લડાઈ હતી, પરંતુ પ્રતિષ્ઠાની આ જંગમાં રાજ્યની સૌથી મોટી પાર્ટી આરજેડી ના નેતા તેજસ્વી યાદવને મોટી જીત મળી છે. જોકીહાટમાં જીત જેડીયુ માટે મોટી સમસ્યા બની શકે છે.
જોકીહાટ વિધાનસભા પેટાચૂંટણીમાં ૨૪ રાઉન્ડના અંતે આરજેડી ઉમેદવારા શહનવાઝ આલમે ૪૧ હજારથી પણ વધુ મતોથી જીત પોતાને નામ કરી લીધી છે. આરજેડી અહીં પહેલી વખત જીત નોંધાવી રહ્યું છે. શાહનવાઝે જેડીયુ ના ઉમેદવાર મુર્શીદ આલમને ૪૧,૨૨૪ મતોના અંતરથી હરાવ્યા છે. શાહનવાઝને ૮૧,૨૪૦ મત મળ્યા જ્યારે મુર્શીદને ૪૦,૦૧૬ મતો મળ્યા છે.સવારથી શરૂ થયેલ મતગણતરીમાં જેડીયુ ઉમેદવાર મુર્શીદ આલમ આગળ ચાલી રહ્યા હતા પરંતુ મતગણતરીની સાથે જ આરજેડીના ઉમેદવાર શાહનવાઝ આલમ સતત પોતાની જીતને આગળ વધારતાં રહ્યા હતા. નોંધનીય વાત એ છેકે નીતીશ કુમારે અને તેમની સરકારે જોકીહાટની બેઠક બચાવવા માટે છેલ્લા ૧ મહિનાથી પણ વધુ સમય અહીં જ પસાર કર્યો હતો. તેમ છતાં જીત મેળવવામાં સફળતા મળી નથી.ખાસ વાત એ છેકે જેડીયુમાંથી નીતીશ કુમાર જ્યારથી મુખ્યમંત્રી તરીકે પહોંચ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સતત ૪ વખત વિધાનસભાની આ બેઠક જેડીયુને જ મળી છે. તેવી સ્થિતિમાં તેજસ્વીની તેજ હવામાં નીતીશની હાર થઈ છે.અવસરવાદીઓને જબરજસ્ત જવાબ આપ્યો છે. પ્રજાએ તેમને પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારે રામનવમી પર બે લાખ તલવારો વહેંચી હતી, જેનો આજે પ્રજાએ જવાબ આપ્યો છે. જે પણ મત મળ્યા છે તે ભાજપના છે. તેમના ઉમેદવારે માત્ર ૪૯૯ મત જ વધુ મળ્યા છે.જોકીહાટમાં મળેલ જીત આરજેડી માટે સૌથી મોટી જીત ઘણી શકાય છે. તેજસ્વીએ પોતાના પિતાની ગેરહાજરીમાં પોતાની પાર્ટીને જીત અપાવવામાં કોઈ જ કસર છોડી ન હતી. અહીંનો મુખ્ય મુદ્દો એ હતો કે, જેડીયુએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી તે મુસ્લિમ સમાજના લોકોને પસંદ આવ્યું ન હતું જેના કારણે જેડીયુએ હારનો સામનો કરવો પડ્યો હોય તેવું એક કારણ માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ અરરિયા લોકસભાની પેટાચૂંટણીમાં પણ જેડીયુએ હારનો સામનો કરવો પડ્યો હતો, તે સ્થિતિમાં નીતીશ માટે આગામી ૨૦૧૯માં આરજેડી તરફથી તેજસ્વી કાંટાની ટક્કર આપી શકે તો નવાઈ નથી.

Related posts

સુખોઇ ફાઇટર જેટથી પ્રથમ વખત બ્રહ્મોસનું પરીક્ષણ થયું

aapnugujarat

उत्तर भारत में शीत लहर

aapnugujarat

દેશમાં ત્રણ વર્ષમાં ૧.૧૦ લાખ મહિલાઓ પર દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1