Aapnu Gujarat
બ્લોગ

તમાકુ : ભારતમાં મોત માટે સૌથી મજબૂત પરિબળ

વર્તમાન સમયમાં, તમાકુ એ આપણા સમાજનું ભયાનક દુષણ બની ગયું છે અને વધારે ચિંતાજનક બાબત તો એ છે કે દિવસે ને દિવસે વધારે ને વધારે યુવાનો આ દુષણના ભરડામાં આવી રહ્યા છે. હાલમાં વિશ્વમાં અંદાજે ૧૩૦૦ લાખ જેટલી વ્યક્તિઓ ધુમ્રપાન કરે છે. તમાકુના વપરાશના કારણે થતા મૃત્યુનું પ્રમાણ ૪૯૦ લાખ જેટલું છે.ધમ્રપાનની આ જ સ્થિતિ ચાલુ રહે તો ૨૦૨૦ સુધીમાં તેનાથી થતા મૃત્યુનું પ્રમાણ ૧૦૦ લાખ જેટલું વધશે, જેમાંથી ૭૦ ટાકા લોકો ભારત જેવા વિકસતા દેશોમાંથી હશે. આને અટકાવવાના ઉપાયો કરવા જ જોઈએ. સરકાર અને કાયદા ઘડનારાઓ એક ભૂમિકા ધરાવે છે છતાં, આ કાર્ય માત્ર તેમનું જ નથી. તમાકુ સામેના જંગમાં સમગ્ર સમાજે જોડાવાની જરૂર છે.ભારતમાં કેન્સરનું પ્રમાણ દર એક લાખની વસ્તીએ ૭૦-૯૦ નું ગણવામાં આવે છે. હાલમાં ભારતમાં કેન્સરના આશરે ૨૪ લાખ દર્દીઓ છે ઉપરાંત દર વર્ષે બીજા ૮ લાખ જેટલા દર્દીઓ ઉમેરાય છે. ૪૮% પુરુષોમાં અને ૨૦% સ્ત્રીઓમાં થતા કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન(બીડી, સિગારેટ, ગુટખા, પણ મસાલા, છીંકણી) છે. આપણા દેશમાં પુરુષોમાં મ્હોં તથા ગાળાનું કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર વધારે જોવા મળે છે.આમ જોઈએ તો ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત એ વિશ્વનું “ઓરલ મેલિગ્નનસી” (મ્હોં તથા ગળાનું કેન્સર) માં કેપિટલ છે. અને આ પ્રકારના કેન્સરમાં સારવારના વિકલ્પો પણ જૂજ છે.આ બધા જ કેન્સરમાં અડધાથી વધારે કેન્સર ડોક્ટર પાસે તો સ્ટેજ ૩ કે ૪ માં હોય ત્યારે જ પહોંચે છે.આપણું શરીર એ લાખો -કરોડો શુક્ષ્મ કોષોનું બનેલું છે, અને આ કોષોના વિભાજનથી શરીરના અંગોનો વિકાસ થાય છે. એક તંદુરસ્ત માણસના શરીરના કોષોનું સપ્રમાણસર તથા સુયોગ્ય રીતે વિભાજન થાય છે. પરંતુ ઘણી વખત કોઈ બાહ્ય પરિબળ તથા આંતરિક ખામીના લીધે આ કોષોનું વિભાજન એબ્નોર્મલ રીતે ખુબ જ ઝડપથી થવા લાગે છે અને તેઓ અસાધારણ વૃદ્ધિ પામવા લાધે છે, કે જે શરીરમાં કોઈ એક જગ્યાએ અથવા એકથી વધારે જગ્યાએ ગાંઠ કે ચાંદાના સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારની ગાંઠ કે ચાંદાને કેન્સર કહે છે.કેન્સર એ શરીરના કોઈ એક અંગ પૂરતું સીમિત હોઈ શકે અથવા એક કરતા વધારે અંગોમાં એક સાથે ફેલાઈ શકે છે.કેન્સર શરીના લગભગ બધા જ અંગોમાં ફેલાઈ શકે છે. આ દરેક અંગોમાં થતા કેન્સરના પ્રકારો પણ ખુબ અલગ હોય છે અને તે દરેકની સારવાર પણ એક બીજાથી ખુબ જ અલગ હોય છે.તમાકુને લીધે ઘણા પ્રકારના કેન્સર થઇ શકે છે જેવા કે મ્હોં તથા ગળા, ફેફસાં, શ્વાસનળી, અન્નનળી, લોહી, ગરદન, પેટ, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રાશય, આંતરડા અને કિડનીમાં કેન્સર થઇ શકે છે.
આ ઉપરાંત તમાકુના સેવનના લીધે અન્ય ગંભીર રોગો થઇ શકે છે, જેવા કે હૃદયરોગ, બ્લડપ્રેશર, અસ્થમા, ફેફસામાં પાણી ભરાવું, મગજનો હુમલો, લોહીની નળીને લગતા રોગો, ચામડીના રોગો, પુરુષોમાં વ્યંધત્વ, ડાયાબિટીસ, દાંત તથા જડબાના રોગો, વા અને રોગપ્રતિકાર શક્તિ નબળી થવી.ગર્ભવતી મહિલા જો તમાકુનું સેવન કરતી હોય તો તો તેને ગર્ભપાત થવાની શક્યતા રહે છે, શિશુમાં જન્મ વખતે ખોડ-ખાંપણ આવી શકે છે, અને શિશુનું જન્મ પહેલા મૃત્યુ પણ થઇ શકે છે.આ દરેક પ્રકારના કેન્સરમાં મ્હોં તથા ગાળાનું કેન્સર એ ભારતમાં જોવા મળતા પ્રથમ ત્રણ કેન્સરમાંનું એક છે, અને દિવસે ને દિવસે તેના નવા કેસ જોવા મળી રહ્યા છે. ભારતમાં દર એક લાખ લોકોએ આશરે ૨૦ લોકો મ્હોં તથા ગાળાના કેન્સરથી અસરગ્રસ્ત છે.દર વર્ષે લગભગ ભારતમાં ૧૨ થી ૧૫ લાખ નવા કૅન્સરના કિસ્સાઓ નોંધાય છે. દર લખે ૯૪ કેસ કેન્સર ના હોય છે જેમાં ૨૫% મોઢાના અને ગાળાના કેન્સરના કેસ હોય છે. આની પાછળનું કારણ નાની ઉંમરમાં શરુ થતું તમાકુ અને સોપારીનું વ્યસન છે.પહેલા મોઢાનુ કૅન્સર એ મોટી ઉંમર ની વ્યક્તિ ને થતો રોગ હતો. ૧૯૮૫માં આવા દર્દીઓની સરેરાશ આયુ ૫૫-૫૯ નીવચ્ચે હતી એ ગતિને ૨૦૦૭ માં ૫૦-૫૪ વર્ષ થઇ અને ૨૦૧૦ સુધીમાં ૪૫-૪૯ વર્ષે થઇ ગઈ છે. આ રોગ થવાથી ઉંમર ગટતી જાય છે અને અત્યારે ગણા બધા દર્દીઓ ૩૫-૪૦ વર્ષની આસપાસ જોવા મળે છે. ૩૫ વર્ષ થી નીચેના દર્દીઓની સંખ્યામાં લગભગ ૩૦ ગણા કરતા પણ વધુ વધારો છેલ્લા પંદર વર્ષો માં જોવા મળ્યો છે.હાઈ-ટેક ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ જેવા કે લેઝર અને રોબોટિક સર્જીક્લ સિસ્ટમની મદદથી કેન્સર ને કાઢવું વધારે સચોટ બન્યું છે. આ ટેક્નોલોજીથી હોસ્પિટલમાં રોકાણ ઓછું થાય છે અને રિકવરી પણ ઝડપી બને છે. ઓપરેશનની આ નવી ટેક્નિક થી ચેહરા પાર ચેકો મુખ્ય વગર વહેલા સ્ટેજના કેન્સરના મોટા ભાગના ઓપરેશન થઇ શકે છે અને આમા ચેહરા કદરૂપો થતો નથી.કેન્સરના દર્દીઓ ને જાણીને નવાઈ લાગશે કે મોઢા અને ગાળાના કેન્સર ના મોટા ભાગના દર્દીઓને સારવારના ભાગરૂપે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે. આવા દર્દીઓને કેન્સરનો ભાગ નીકળી દીધા પછી ફરીથી મોઢું સારી રીતે બોલી શકાય, પાણી અને ખવાનુઁ ખાઈ શકાય, ગળી શકાય તેના માટે અને બહારથી દેખાવ ખરાબ ના લાગે તેના માટે આ પ્રકાર ની અલગ પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે છે. પ્લાસ્ટિક સર્જન શરીર ના જુદા ભાગો જેવાકે હાથ, પગ, ઝાંગ ના ભાગમાંથી જે પ્રકારની કેન્સરનો ભાગ નિકાળ્યો હોય તેને અનુરૂપ ચામડી અને તેની નીચે રહેલી ચરબી અને તેને લોહી પૂરું પડતી નસો અને બ્લડ વેશલ્સ ની મદદ થી પ્લાસ્ટિક સર્જરી કરે છે અને આ નશો ને ગાળાની નશો સાથે જોડતા હોય છે.પહેલાના સમયમાં કેન્સરના દર્દીઓને ઓપરેશન પછી મોઢાના ભાગમાં ખાડો પડી જતો હતો કે ઉપસેલો દેખાતો હતો. તે ના થાય તે માટેની અત્યાધુનિક ફ્રી ફ્લેપ નામની ટ્રાન્સપ્લાન્ટ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં શરીર ના અન્ય ભાગમાંથી જે પ્રકારની ટિસ્યુ એટલેકે અંગ બનાવવાની જરૂર પડે તે પ્રમાણે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરીમાં આ ટિસ્યુને તેની નસો સાથે લઈને ગાળાની નસો સાથે માઈક્રોસ્કોપ માં જોઈને વાળ થી પણ પાતળા દોરાથી જોડવામાં આવે છે. ધારોકે દર્દીની જીભ નીકાળવામાં આવે તો તેને હાથ ની ચામડી અને નસોની મદદ થી નવી જીભ બનાવવામાં આવે છે જેથી તે પેલાની માફક બોલી અને ખાઈ પી શકે છે.આજ રીતે જે દર્દીઓને કેન્સર ના કારણે નીચલા જડબાનો ભાગ કાઢી નાખવામાં આવે તેમાં પગમાંથી હાડકું લઈને જેને ફીબુંલાં બોને કહેવામાં આવે છે. તેનું પ્રત્યારોપણ મોઢાના કેન્સર થી ખવાઈ ગયેલા હાડકાની જગ્યાએ કરવામાં આવે છે. અને આવા દર્દીઓ સંપૂર્ણ પણે નોર્મલ લાઈફ જીવી શકે છે. ગાળાના સ્વર પેટીના કેટલાક એડવાન્સ કેન્સરમાં ગળા ની અન્નનળીનો ભાગ કાઢી નાખવામાં આવે છે. જેમને પેટના આંતરડાની મદદ થી પ્લાસ્ટિક સર્જરી કરી ફરીથી અન્નનળી બનાવવામાં આવે છે. જેથી તેઓ ફરીથી ખાઈ- પી સકતા હોય છે. જન જાગૃતિના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે જેનાથી સમાજમાં લોકો ટોબેકો નું સેવન બંધ કરે છે.એક સમય હતો જ્યારે સ્કૂલની બહાર બોર, આમલી, કાતરાના ઠેલા ઊભા હોય અને ૧-૨ રૂપિયામાં મુઠ્ઠી ભરીને એ ચણી બોર ખાતા છોકરાઓ અને તેમની કિશોર અવસ્થા ઘણી માસૂમ હતી. આજનો સમય જુદો છે અને બદલાતા એક્સપોઝર સાથે આપનાં બાળકો પણ બદલાઈ રહ્યા છે. ૯થી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે એમાં બાળક જલદીથી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના પ્રભાવમાં આવી જતું હોય છે. આજનાં બાળકો પર આમ તો ઘણીબધી વસ્તુઓનો પ્રભાવ છે, પરંતુ જેની આજે આપણે વાત કરવાના છીએ એ છે તમાકુ. ઇન્ડિયન જર્નલ ઑફ પબ્લિક હેલ્થના પચાસમાં વૉલ્યુમમાં છપાયેલા વલ્ર્‌ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર ૧૩-૧૫ વર્ષનાં ૧૦ ભારતીય બાળકોમાંથી એક બાળકે ક્યારેક ને ક્યારેક સિગારેટ પીધી હોય છે એટલું જ નહીં, જે બાળકોએ તમાકુનું સેવન કર્યું છે એવાં બાળકોમાંથી ૫૦ ટકા બાળકો એવા છે જેમણે તમાકુની શરૂઆત ૧૦ વર્ષ કે એનાથી નાની ઉંમરે કરી હોય. વળી આ કોઈ એક ક્લાસનાં બાળકોને લાગુ પડતી વાત નથી. ગરીબ બાળક જે નાનપણથી મજૂરી કરે છે અને આજુબાજુના લોકોના પ્રભાવમાં આવીને તમાકુ શરૂ કરે છે કે એક અમીર બાળક જે પોતાના મિત્રો વચ્ચે પોતાની સ્ટડ ઇમેજ બાંધવા માટે તમાકુનો સહારો લે છે દરેક પ્રકારના, દરેક ક્લાસનાં બાળકો પર તમાકુનો પ્રભાવ ઘણો ગહેરો હોય છે.
કારણો
નાની ઉંમરમાં બાળકો તમાકુનું સેવન કેમ કરે છે એનાં કારણો સ્પક્ટ કરતાં સાઇકિયાટ્રિસ્ટ હરીશ શેટ્ટી કહે છે, ‘૯થી ૧૪ વર્ષની ઉંમર એવી છે કે ત્યારે બાળકને બધા જ પ્રકારના અનુભવ લઈ લેવા હોય છે. વળી સમાજનું વલણ પણ ઘણું અસર કરે છે. પહેલાં મિત્રો સાથે મળીને કટિંગ ચા પીતા. હવે સાથે મળીને સિગરેટ ફૂંકતા હોય છે. એટલે જે ન પીતી હોય એ વ્યક્તિ પણ એ વર્તુળમાં શામેલ થાય એટલે પીવા લાગે છે. મોટા ભાગના લોકોની શરૂઆત આમ જ થતી હોય છે. બીજું એક મહત્વનું કારણ એ છે કે આ બાળકો સમાજમાં જુએ છે કે તેમના રોલ-મૉડલ્સ પછી એ તેમના પિતા હોય કે સમાજની કોઈ અત્યંત સફળ વ્યક્તિને અને તેમના જેવા થવાની કોશિશ કરતાં હોય છે. આ રોલ-મૉડલ્સ જ્યારે સ્મોકિંગ કે તમાકુ લેતા હોય ત્યારે તેમના માનસ પર એ છાપ પડે છે કે એ લઈ શકાય. બીજી એક એવી દલીલ પણ તેઓ આપતાં હોય છે કે બધા કરે છે માટે એ યોગ્ય જ છે.’
મગજ પર અસર
જ્યારે ૯થી ૧૪ વર્ષની ઉંમરના તરુણો તમાકુનું સેવન શરૂ કરે છે ત્યારે તેમના વિકાસ પર અસર થાય છે આ ઉંમરે મગજ હજી ડેવલપ થઈ રહ્યું હોય છે. એ સમયે જ્યારે તમાકુનું સેવન ચાલુ કરવામાં આવે ત્યારે મગજને નિકોટીનની હાજરીમાં જ કામ કરવાની આદત પડી ગઈ હોય છે. પછી એ નિકોટીનની ગેરહાજરીમાં વ્યવસ્થિત કામ કરતું નથી અને આમ તમાકુની શરૂઆત તમાકુના બંધાણમાં પરિણમે છે. વળી એ જ કારણ છે કે જો વ્યક્તિ નાની ઉંમરથી તમાકુનું સેવન કરતી હોય તો એનું બંધાણ છોડાવવામાં તકલીફ પડે છે. બીજું એ કે નાની ઉંમરથી જે તમાકુ લેતા હોય ગાણિતિક રીતે એટલા વધુ વર્ષ એ તમાકુ લે તો તેમના પર તમાકુને લગતા રોગો એટલે કે ફેફસાના રોગો કે કૅન્સર થવાનું રિસ્ક એટલું વધે છે એટલું જ નહીં, આ રિસ્ક નાની ઉંમરે જ આવી જાય છે.’
શરીર પર અસર
આ ઉંમરે શરીરનું બંધારણ હજી પૂરી રીતે થયું નથી હોતું. જો આ ઉંમરમાં તમાકુનું સેવન ચાલુ થાય તો શરીરના અવયવોના વિકાસમાં વિક્ષેપ ઊભો થાય છે. અંગો નાની ઉંમરે ડૅમેજ થાય અને એની ભરપાઈ કરવી સરળ નથી રહેતી. વળી આ ઉંમરે ફેફસાં ડેવલપ નથી હોતાં એટલે એને કોઈ ઓપન પ્રકારના ફેફસાના ઇન્ફેક્શનનું રિસ્ક રહે છે. ઘણી વાર એવું બને છે કે તેમનાં ફેફસાં પૂરી રીતે વિકાસ પામતાં જ નથી અને અવિકસિત રહી જાય છે જેને લીધે તેમનાં ફેફસાંની તાકાત એક નૉન-સ્મોકર જેટલી નથી હોતી. વળી આ બાળકોમાં હાર્ટ-સ્ટ્રોક અને સ્ટ્રોક પ્રૉબ્લેમના પ્રારંભિક લક્ષણો ખૂબ નાની ઉંમરથી જ દેખાવા લાગે છે.
શું કરવું?
એક તરફ એવાં બાળકો છે જે તમાકુની જાળમાં ફસાઈને પોતાનું શરીર, મગજ અને ભણતર ખરાબ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ એ જ ઉંમરનાં એવાં પણ બાળકો છે જે તમાકુવિરોધી ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આપણે અને સમગ્ર સમાજે એ વિચારવાનું છે કે એવું શું કરવામાં આવે જેથી બાળકોને તમાકુના સેવન સામે અટકાવી શકાય.
૧. બાળકોને નાનપણથી સ્કૂલમાં તમાકુ બાબતે જાગ્રત કરવાં જરૂરી છે. તેમના ભણતરના ભાગરૂૂપે આ વસ્તુ કેટલી ખરાબ છે અને એનો ઉપયોગ ન જ કરવો જોઈએ એ બાબત તેમના મગજમાં દૃઢ થાય તો જ એ લોકો મોટા થઈને એનાથી દૂર રહેશે. આમ એજ્યુકેશન એ મહત્વનો ભાગ છે.
૨. બીજી સમજવાની વાત એ છે કે આ ઉંમરમાં કોઈને તમાકુના બંધાણની તકલીફ નથી હોતી. આ એક બિહેવિયર પ્રૉબ્લેમ છે. કોઈ કારણસર જ એવું બનતું હોય છે કે તે તમાકુ સાથે જોડાય છે. જરૂર છે એ કારણ તપાસવાની. આ કામ માતા-પિતાનું છે. તકલીફ એ છે કે માતા-પિતાને ખબર જ નથી હોતી કે તેમનું બાળક આ કુટેવ ધરાવે છે.
૩. એકલતા, મિત્રો તરફથી આવતું દબાણ, ભણતરનો ભાર, માનસિક સ્ટ્રેસ, કોઈનો ખોટો પ્રભાવ, ખોટી માહિતીઓ કોઈ પણ કારણ હોઈ શકે છે જેના પ્રભાવમાં આવીને બાળકે તમાકુનું સેવન શરૂ કર્યું હોય એ કારણ જાણી તેને આ બાબતે સમજાવી શકાય છે.
૪. ઘણી વખત આ ઉંમરમાં બાળકો મમ્મી-પપ્પાની વાત સાંભળવાની કે સમજવાની કોશિશ જ નથી કરતાં હોતાં. જ્યારે કમ્યુનિકેશનનો પ્રૉબ્લેમ હોય અને તમને લાગે કે તમે એ કામ ન કરી શકો એમ અથવા તમારા બાળક પર એની અસર નથી થઈ રહી તો કાઉન્સેલરની મદદ લઈ શકાય છે.
૫. ઘણા પેરન્ટ્‌સ વિચારે છે કે હજી બાળક નાનું છે, એ મોટું થશે તો ખુદ જ સમજી જશે. આવી ગફલતમાં ન રહેવું. તમાકુનું સેવન એક દિવસ નહીં ૧ ટંક માટે પણ ખરાબ જ છે. તમારા બાળકને જેટલું જલદી એ છોડાવી શકો એટલું વધુ સારું છે.

Related posts

જિયો લાઈફ નોન સ્ટોપ

editor

વિશ્વ યોગ દિવસ : યોગનો ઇતિહાસ

aapnugujarat

બિહારમાં ભાજપના નેતાઓમાં તકરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1