Aapnu Gujarat
મનોરંજન

રેસ-૩ ફિલ્મથી કેરિયર વધુ તેજી સાથે વધી શકે છે : ડેઝી

રેસ-૩ જેવી મોટી ફિલ્મમાં સારી અને બોલ્ડ ભૂમિકા મળ્યા બાદ ડેઝી શાહ હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. આ ફિલ્મ ૧૫મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ ડેઝી શાહની કેરિયર વધારે તેજી સાથે આગળ વધી શકે છે. તે પોતે પણ ફિલ્મને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહી છે. ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે રેસ-૩ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. તમામ કલાકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. ખાસ કરીને જેક્લીન ફર્નાન્ડિઝ અને સલમાન ખાન ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે કિક બાદ સલમાન અને જેક્લીનની જોડી ફરી ધુમ મચાવશે. રમેશ તોરાનીની ફિલ્મને લઇને ફરી ગીતના રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાને સિકન્દર તરીકેની ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં સહસ્ટાર બોબી દેઓલ અને સાકિબ સલીમ પણ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જેક્લીન અને ડેઝી શાહે ફિલ્મમાં જોરદાર રીતે ગ્લેમર ઉમેરી દેવામાં ભૂમિકા અદા કરી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે શુટિંગને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યુ છે. સલમાન ખાનને હાલમાં શિકાર કેસના સંબંધમાં કાયદાકીય ગુંચનો સામનો કરવો પડ્યો હતો. તેને જેલમાં રહેવાની પણ ફરજ પડી હતી. રિહર્સલ માટે પણ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. સલમાન અને જેક્લીન તે પહેલા કિક ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. રેસ-૩ ફિલ્મ પણ રજૂ કરતા પહેલા જંગી કમાણી કરી ચુકી છે. ડેઝી શાહ સલમાન ખાનના કારણે સારી ફિલ્મો મેળવી રહી છે. આ ફિલ્મમાં તે બોલ્ડ અવતારમાં દેખા દેશે.

Related posts

करण की फिल्म ‘कलंक’ के लिए १५ करोड़ का सेट

aapnugujarat

संतोष आनंद का दर्द सुन फूटकर रोईं नेहा कक्कड़

editor

सर्वश्रेष्ठ चीजें अभी आनी बाकी है : दीपिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1