Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસ અને શ્રદ્ધાની ફિલ્મની રજૂઆતને લઇ સસ્પેન્સ

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે સાહો નામની એક્શન ફિલ્મમાં જોવા મળનાર છે. અલબત્ત આ ફિલ્મનુ શુટિંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ હોવા છતાં ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે. જો કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ પહેલા કોઇ કિંમતે રજૂ કરી શકાશે નહીં. રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મમાં અનેક કલાકારો છે તેવા અહેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મના અન્ય કલાકારો સાથે વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બનનાર છે. જેથી ઉત્સુકતા વધી ગઇછે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરનાર છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. પ્રભાસ અભિનિત ફિલ્મ માટે શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે.
ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે. આ ફિલ્મ આગામીવર્ષે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દેશભરમાંબાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે.

Related posts

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

फादर्स डे पर आया ‘संजू’ का जादू की झप्पी वाला पोस्टर

aapnugujarat

૯ કરોડ કેબલ-ડીટીએચ ગ્રાહકોએ પોતાની મનપસંદ ચેનલની કરી પસંદગી : ટ્રાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1