Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

૯ કરોડ કેબલ-ડીટીએચ ગ્રાહકોએ પોતાની મનપસંદ ચેનલની કરી પસંદગી : ટ્રાઈ

ટીવી અને ચેનલો એક સિક્કાની બે બાજુઓ છે. ટીવી હોય અને કેબલ કનેક્શન ન હોય તો ગમે તેવુ ટીવી પણ કોઈ કામનું રહેતુ નથી.
આજે એટલી ચેનલોની ભરમાર છે કે ગ્રાહકોને કઈ ચેનલ જોવી તે નક્કી કરવાનું હાલ ટ્રાઈએ ગ્રાહકોના હાથમાં આપી દીધુ છે, નવી યોજના પ્રમાણે હવે ગ્રાહકો એજ ચેનલના પૈસા આપશે જે તેને જોવાની હશે તેની પસંદગીની હશે. ટ્રાઈએ માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭ કરોડમાંથી ૯ કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહકોએ પોતાની મનપસંદ ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થાને અપનાવી છે. ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ હેતુસર ટ્રાઈ સતત નજર નાખી રહ્યુ છે. ટ્રાઈના ચેરમેન આર. એસ. શર્માએ જણાવ્યુ કે અમારા આંકડાઓ અનુસાર નવી વ્યવસ્થાથી ગ્રાહકોને ફાયદો થશે. આશા છે કે બાકી રહેલા ગ્રાહકો પણ ટુંક સમયમાં પોતાની મનપસંદ ચેનલ પસંદ કરી લેશે.
શર્માએ જણાવ્યુ કે ૯ કરોડ ગ્રાહકોએ નવી વ્યવસ્થા અનુસાર પોતાની પસંદગીની ચેનલો પસંદ કરી લીધી છે.
કુલ ૧૭ કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી ૯ કરોડે ઓપરેટરને પાતાની પસંદની ચેનલો નોંધાવી લીધી છે. આ ખુબજ મોટી સંખ્યા છે. કુલ ૧૭ કરોડ ગ્રાહકોમાં ૧૦ કરોડ કેબલ ગ્રાહક છે.
ટ્રાઈના ચેરમેન ડીટીએચ એક પ્રી-પેડ મોડલ છે. આ માટે ગ્રાહકો લાંબી અને નાની અવધી માટે પેક સમાપ્ત થતા પોતાની ચેનલની પસંદગી કરી શકશે.

Related posts

जनसंख्या नियंत्रण कानून जरूरी : गिरिराज सिंह

aapnugujarat

અજય સાથે લગ્ન કરવાનો નિર્ણય કપરો હતો : કાજોલ

aapnugujarat

रणवीर और दिपीका के रस्ते अलग-अलग हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1