Aapnu Gujarat
બિઝનેસ

સ્માર્ટફોનના બજાર માટે ૨૦૧૮નું વર્ષ ફિક્કું રહ્યું !

સ્માર્ટફોનનું બજાર થોડું ધીમું પડયું છે. જો કે ખતમ થયું નથી. વધતી કિંમતો અને બીજા કેટલાય કારણોથી સ્માર્ટફોનનું બજાર નબળું પડયું છે. નવા સર્વેક્ષણોથી એવું જાણવા મળે છે કે ૨૦૧૮માં સ્માર્ટફોન બજારે વેચાણના સૌથી ખરાબ આંકડા જોયા અને ૨૦૧૯ પણ કંઇ સારું જાય એમ લાગતું નથી. એટલે જ વિશ્લેષકોનું માનવું છે કે સ્માર્ટફોનનો વિકલ્પ નથી કેમકે દુનિયામાં દરેક માટે સ્માર્ટફોન હવે જરૂરી થઇ ગયો છે. એ માટે સ્માર્ટફોનના બજારને અત્યારે કોઇ જોખમ નથી. સિલિકોન વેલીના વિશ્લેષક રોબ એન્ડેરલેનું કહેવું છે કે, સ્માર્ટફોનનો કોઇ વિકલ્પ મળ્યો નથી. વિયરેબલ્સ કે હેડ માઉન્ટેડ ડિસ્પ્લે છે, પરંતુ તેમાંથી કોઇ પણ જોખમરૂપે જોવાયું નથી.
સંશોધન ફર્મ આઈડીસીએ જણાવ્યું કે ૨૦૧૮માં દુનિયાભરમાં હેન્ડસેટની માત્રા ફક્ત ૪.૧ ટકા ઘટીને ૧૪૦ કરોડ થઇ ગઇ છે, જે આ વર્ષે વધુ ઘટી શકે છે.માર્કેટ ટ્રેકર ગાર્ટનરના વિશ્લેષક વર્નર ગોએર્ટજનું કહેવું છે કે ગયા વર્ષના અંતમાં સ્માર્ટફોન બજારમાં કંઇક સ્થિરતા જોવા મળી છે.
ગોએર્ટજે જણાવ્યું કે, લોકોને કંઇક નવા પ્રકારના સ્માર્ટફોનનો ઇંતેજાર છે અને તેમનું માનવું છે કે, સ્માર્ટફોન ક્યાંય જઇ રહ્યા નથી. ફોલ્ડેબલ ફોન એક ક્રાંતિની જેમ હોઇ શકે છે.
વિશ્લેષકોનું કહેવું છે કે કમ્પ્યૂટર જેવા બાકીના ટેક્નોલોજિકલ ઉત્પાદનોએ પણ આ જ પ્રકારના ચડાવ-ઉતાર જોયા હતા. એન્ડેરલે કહ્યું કે, બજારમાં મંદી જરૂર આવશે, જ્યારે કંપનીઓને માર્કેટિંગ ઉપર ખર્ચ કરીને લોકોને ખરીદી કરવા માટે ઉશ્કેરવા પડશે. તેમનું એવું પણ કહેવું છે કે કેટલાક લોકો જે એપલના આઇફોન બદલવા ઇચ્છે છે, તે કિંમત ઘટે તેની રાહ જોઇ રહ્યા છે.આઈડીસી વિશ્લેષક રેયાન રિથનું કહેવું છે કે, વૈશ્વિક સ્તરે સ્માર્ટફોન બજારમાં હજુ ગરબડ ચાલી રહી છે. ભારત, ઇન્ડોનેશિયા, દ. કોરિયા અને વિયેતનામ જેવા કેટલાક વિકાસવાળા બજારો ઉપરાંત અમે ૨૦૧૮માં ઘણી વધુ સકારાત્મક ગતિવિધિ નથી જોઇ. રિથે કહ્યું કે, લોકો પોતાના ફોન બદલવા માટે રાહ જોઇ રહ્યા છે અને વધતી કિંમતને કારણે પણ નિરાશા જોવા મળે છે, તે સાથે જ રાજનીતિક અને આર્થિક અનિશ્ચિતતા પણ છે. આઈડીસીના સરવે પરથી જાણ થાય છે કે ચીનમાં જ્યાં સ્માર્ટફોનનું ૩૦ ટકાનું બજાર છે, તેમાં સૌથી વધુ ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

દિવાળીના તહેવાર પહેલા એર ટિકિટના ભાવ ચાર ગણા

aapnugujarat

૨૦૨૨માં દેશની નાણાંકીય ખાદ્ય જીડીપીના ૬.૭ ટકા ૧૫.૮૭ લાખ કરોડ

aapnugujarat

આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

editor

Leave a Comment

UA-96247877-1