Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ન્યૂરોસર્જન પર ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ લગાવ્યો બળાત્કારનો આક્ષેપ

વડોદરાના જાણીતા ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલ પર દુષ્કર્મના આરોપ સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર સામે ફરિયાદ નોંધાવી છે.
યુવતીના જણાવ્યા પ્રમાણે ડો. યશેષ દલાલે જન્મદિવસની શુભેચ્છા પાઠવવાના બહાને શારીરિક છૂટછાટ લીધી હતી અને તેણી પણ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદ પ્રમાણે આકોટામાં હોસ્પિટલ ધરાવતા ડો. યશેષ દલાલે તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેની ચેમ્બરમાં બોલાવી હતી અને તેણીને પકડી લઈને પોતાની હવશ સંતોષી હતી.મળતી માહિતી પ્રમાણે યુવતીએ વર્ષ ૨૦૦૭માં સુરત શહેરમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડીગ્રી મેળવી હતી.
બાદમાં વર્ષ ૨૦૧૩માં તેણી અકોટા ખાતે ડોક્ટર યશેષ દલાલની હોસ્પિટલમાં નોકરી પર લાગી હતી. આ દરમિયાન ડોક્ટરને માલુમ પડ્યું હતું કે યુવતીની સગાઈ થઈ ગઈ છે, તેમજ તે ભાવિ પતિને કારણે તણાવમાં રહે છે. જે બાદમાં ડોક્ટરે યુવતીને સહાનુભૂતિ આપવાનું તેમજ તેનો ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ચોથી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ડોક્ટરે તેણીને જન્મ દિવસની શુભેચ્છાના બહાને તેની ચેમ્બરમાં બોલાવી હતી. બાદમાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ડોક્ટરની આવી હરકત બાદ યુવતીએ હોસ્પિટલમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદમાં ડોક્ટરે તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું, તેમજ તેની તસવીરો તેમજ વીડિયો તેના ભાવિ પતિને આપી દેવાની ચીમકી આપી હતી.યુવતીએ પોતાની ફરિયાદમાં એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટરે લગ્નની લાલચ આપીને તેણી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં મુંબઈ અને માલદીવ ખાતે પણ ડોક્ટરે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યશેષ દલાલની પત્ની પણ ડોક્ટર હોવાની માહિતી મળી છે. ડોક્ટરનો પુત્ર અમેરિકામાં રહેતો હોવાનો તેમજ તેની પુત્રી એમબીબીએસનો અભ્યાસ કરતી હોવાનું માલુમ પડ્યું છે.

Related posts

અમદાવાદમાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ચક્કાજામ

aapnugujarat

આવતીકાલે ભાવનગરથી નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ

editor

રાજ્યભરમાં વરસાદ વરસ્યો

editor

Leave a Comment

UA-96247877-1