Aapnu Gujarat
રાષ્ટ્રીય

જેડીએસ ધારાસભ્યનો દાવો – બીજેપી તરફથી મળી ૫ કરોડની લાંચ, સીએમના કહેવા પર પાછા આપ્યાં

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીએસપી યેદીયુરપ્પાના અવાજવાળી કથિત ઓડિયો ક્લિપ ટેપના રિલીઝના એક દિવસ બાદ જેડીએસના એક ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. જેડીએસના ધારાસભ્ય શ્રીનિવાસ ગૌડાનો આરોપ છે કે, તેમને પાર્ટી બદલવા માટે બીજેપી તરફથી ૫ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. પરંતુ, સીએમ કુમાર સ્વામીના કહેવા પર તેમણે તત્કાલ આ રૂપિયા પાછા આપી દીધા.આ પહેલા કુમાર સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, બીજેપી નેતા બીએસપી યેદીયુરપ્પા હજુ પણ ધારાસભ્યોની ખરીદીમાં લાગેલા છે.
તેમણે પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. તેમાં યેદીયુરપ્પા કથિત રૂપે જેડીએસના ધારાસભ્યને ૨૫ લાખ રૂપિયા અને મંત્રી પદ આપવાની ઓફર કરી રહ્યા છે.કોલારથી જેડીએસ એમએલએ શ્રીનિવાસ ગૌડાએ આરોપ લગાવ્યો ચે કે, બીજેપી નેતા, ધારાસભ્ય અશ્વતનારાયણ, સીપી યોગેશ્વર અને વિશ્વનાથે તેમને કુલ ૩૦ કરોડની લાલચ આપી હતી. ધારાસભ્યનો દાવો છે કે, એડવાન્સ તરીકે ૫ કરોડ રૂપિયા પણ મળી ચુક્યા છે. શરત હતી કે, જ્યારે તે બીજેપીમાં સામેલ થશે, ત્યારે બાકીના પૈસા પણ મળી જશે.સીએમ કુમારસ્વામીની સલાહ પર ધારાસભ્યએ પૂર્વ ડેપ્યુટી સીએમ આર અશોક દ્વારા ૫ કરોડ રૂપિયા પાછા આપ્યા. શ્રીનિવાસનું કહેવું છે કે, આ રકમ લગભગ બે મહિના પહેલા આપવામાં આવી હતી. ત્યારથી બીજેપી નેતા પાર્ટી બદલવા માટે તેમના પર દબાણ કરી રહ્યા હતા.

Related posts

દેશમાં કોરોનાના વળતા પાણી : 3 મહિના બાદ ૫૦ હજારથી ઓછા કેસ

editor

दंतेवाड़ा में पुलिस को मिली बड़ी सफलता, मुठभेड़ में दो नक्‍सली ढेर

aapnugujarat

દેશના ૧૨ રાજ્યોમાં વીજ સંકટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1