Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં રહસ્યમય રીતે ૧૯ ગાયનાં મોત


સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણ ગામે એક સાથે ૧૯ ગાયના મોતને પગલે અરેરાટી મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી ખોરાક ખાવાને લીધે તમામ ગાયોના મોત નીપજ્યા છે.
બીજી બાજુ માલધારીઓ દ્વારા સરકાર પર કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ હોવાનું ખુદ સરકાર દાવો કરી રહી છે, જેમાં કેટલાક જિલ્લાને અસરગ્રસ્ત પણ જાહેર કર્યા છે, આ જિલ્લામાં સુરેન્દ્રનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઢોર માટે સરકાર દ્વારા ઘાસચારો મોકલવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પરંતુ સુરેન્દ્રનગરના મેથાણ ગામના માલધારીઓનું કહેવું છે કે તેઓ સુધી હજી ઘાસ ચારો પહોંચ્યો નથી. ઢોર ભૂખ્યા રહે છે જેના કારણે સીમમાં જે તે વસ્તુ ખાઇને ઢોરનું મૃત્યુ થયું છે.
વધુમાં માલધારીઓનું કહેવું છે કે સરકારનાં અસરગ્રસ્ત તાલુકાઓ અને જિલ્લામાં યોગ્ય વ્યવસ્થા કરવાના દાવા પોકળ છે. બીજી બાજુ મેથાણ ગામે ઢોરના મૃત્યુ અંગે તંત્ર દોડતું થયું છે અને મૃત્યુ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

અમિત જેઠવા હત્યા કેસમાં વધુ બે સાક્ષી ફરી ગયા

aapnugujarat

यूएस ओपन : उलटफेर का शिकार हुई सिमोना हालेप

aapnugujarat

આલિયા સાથે કોઇ મતભેદ હોવાનો જેક્લીનનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1