Aapnu Gujarat
મનોરંજન

કંગના રનોતને અનુપમ ખેરે ગણાવી રોકસ્ટાર

દિગ્ગજ અભિનેતા અનુપર ખેરનું કહેવું છે કે, પ્રસિદ્ધ વ્યક્તિઓમાં જવાબદારીની ભાવના હોવી જરૂરી છે. અનુપમ ખેરે શનિવારે ટ્‌વીટર પર પોતાની પ્રશંસકો સાથે વાત કરી અને તેના સવાલના જવાબ આપ્યા હતા. જ્યારે એક યૂઝરે તેમને પૂછ્યું કે શું જાણીતી વ્યક્તિઓ (કલાકાર, ખેલાડી) લોકોનો આદર્શ હોય છે, શું તેને હંમેશા નૈતિક વ્યવહાર અને નૈતિક માપદંડોના આધાર પર મુલવવા જોઈએ કે તેના પ્રત્યે ઉદારતા સાથે સાથે સામે આવવું જોઈએ કારણ કે તેમાં પણ લોકોની જેમ ખામી હોઈ શકે છે?તેના પર અનુપમ ખેરે જવાબ આપ્યો, જાણીતી હસ્તિઓમાં જવાબદારીની ભાવના હોવી ખૂબ જરૂરી છે.
એક અન્ય યૂઝરે તેમને કહ્યું કે, તે અભિનેત્રી તથા ફિલ્મકાર કંગના રનોતની હાલમાં રિલીઝ થયેલી મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીના સમર્થનમાં ટ્‌વીટ કરી શકે છે તો અનુપમે કંગનાને રોકસ્ટાર ગણાવી હતી. તેમણે કહ્યું, તે શાનદાર છે. હું તેના સાહસ અને પ્રદર્શનની પ્રશંસા કરૂ છું. તે મહિલા સશક્તિકરણનું એક વાસ્તવિક ઉદાહરણ પણ છે. મહત્વનું છે કે, હાલમાં અનુપમ ખેર ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સામાન્ય રહી પરંતુ અનુપમ ખેરના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ દિવસોમાં અનુપમ ખેર હોલીવુડ વેબસિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તેઓ અમેરિકામાં વધુ સમય પસાર કરી રહ્યાં છે.

Related posts

ભાભીજી અબ કોંગ્રેસ મેં હૈ” : કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, લડાવશે લોકસભા

aapnugujarat

કરીના કપુર ફિલ્મોમાં ફરી સંપૂર્ણપણે સક્રિય

aapnugujarat

TMKOCના પ્રોડ્યૂસર આસિત મોદી સામે માંડેલા દાવામાં Shailesh Lodhaની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1