Aapnu Gujarat
મનોરંજન

ભાભીજી અબ કોંગ્રેસ મેં હૈ” : કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, લડાવશે લોકસભા

સિરીયલની મશહૂર અદાકારા અને ભાભીજીના હુલામણા નામે પોપ્યુલર બિગબોસ ૧૧ની વિજેતા શિલ્પા શિંદેએ લોકસભા ચૂંટણી પહેલા હેડલાઈન બનાવી છે. શિલ્પા શિંદેએ સક્રિય રાજનીતિમાં આવવાનું મન બનાવી લીધું છે. લોકસભા ચૂંટણી પહેલા શિલ્પા શિંદેએ કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની હોવાની અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે ખબરો આવી રહી છે કે શિલ્પા કોંગ્રેસ સાથે જોડાઈ ચૂકી છે.
શિલ્પા શિંદેએ કોંગ્રેસ પાર્ટીને જોઈન કરવાની હોવાની પુષ્ટિ આપી હતી. પોતાની ખુશી જતાવતા શિલ્પાએ કહ્યું કે, એ આ વર્ષે થનારા લોકસભા ચૂંટણીને લડવાના માટે તૈયાર છે. પરંતુ કઈ જગ્યાએથી અને ટિકિટની વાત પર મૌન સેવતા શિલ્પાએ કહ્યું હતું કે, થોડી રાહ જુઓ જલ્દી જ બધી ખબર પડી જશે.
શિલ્પાએ કહ્યું કે હાલમાં રાજનીતિની ચર્ચા ચાલી રહી છે ત્યારે હું વિચારું છું કે હું પણ રાજનીતિમાં આવી જાઉં અને બદલાવની કોશિષ કરું. શિલ્પાએ શા માટે કોંગ્રેસ પક્ષમાં જ જોડાઈ આ વિશે શિલ્પાએ કહ્યું હતું કે મારા પિતાજીએ વર્ષો સુધી કોંગ્રેસમાં સક્રિય રહીને ભૂમિકા ભજવી હતી. બાળપણથી મેં મારી આસપાસ પોલિટિકલ માહોલ જોયો છે. એવામાં મને કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાનું જ યોગ્ય લાગ્યું.
જોકે આ પહેલીવાર નથી કે ભાજપ કે કોંગ્રેસ કોઈ ફિલ્મી અભિનેતાને મેદાનમાં ઉતારે. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ કોંગ્રેસ અને ભાજપમાં જોડાઈને રાજનીતિમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસ માટે જીતની તાતી આવશ્યકતા છે અને આ માટે કોઈ લોકપ્રિય ચહેરાની પણ જરૂર છે. ત્યારે ભાભીજી ફેમ અને બિગબોસ વિજેતા શિલ્પા શિંદે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની નૈયા પાર લાવી શકે છે.

Related posts

સેક્સી સ્ટાર એમી જેક્સન હિન્દી-કન્નડ ફિલ્મોમાં સક્રિય

aapnugujarat

બજરંગ દળને કરીના ‘સીતા’ બને એ મંજૂર નથી

editor

સોનમ કપૂરે દિલ્હીનાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1