Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેજરીવાલની પાર્ટી છોડવા કેટલાક કારણો છે : અલકા

આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય અલકા લાંબા વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ હવે ખુલ્લીરીતે સપાટી ઉપર આવી ગઈ છે. આમ આદમી પાર્ટી માટે કામ ન કરવાની ધમકી આપવામાં આવ્યા બાદ હવે અલકા લાંબાએ ટિ્‌વટર પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં કોઇપણ ગતિવિધિ યોગ્યરીતે ચાલી રહી નથી. અલકા લાંબાએ એમ પણ કહ્યું છે કે, પાર્ટીમાં કેટલાક એવા કારણ છે જેને લઇને પાર્ટી સાથે અલગ થઇ જવાની બાબત મહત્વપૂર્ણ બની ગઈ છે પરંતુ તે જનપ્રતિનિધિ તરીકે પોતાની સેવા જારી રાખવા માટે ઇચ્છુક છે. મિડિયામાં અહેવાલ આવ્યા હતા કે અલકા લાંબા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવા માટે ઇચ્છુક છે. આના માટેના કારણો શોધવામાં આવી રહ્યા છે. આનો જવાબ આપતા અલકા લાંબાએ ટિ્‌વટર ઉપર કહ્યું છે કે, કારણ શોધવા માટે તેને પોતાને નહીં બલ્કે કોઇપણ ધારાસભ્યને કોઇ જરૂર નથી. પહેલાથી જ એવા ઘણા કારણ ચે જેના કારણે પાર્ટીમાં હોવા છતાં ઘણા લોકો દુખી થયેલા છે. આ લોકો પાર્ટી સાથે છેડો ફાડવા માટે ઇચ્છુક છે. જનપ્રતિનિધિ તરીકે સેવા જારી રાખવા માટે તે ઇચ્છુક છે. અલકા લાંબા અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રાજીવ ગાંધી સાથે જોડાયેલો પ્રસ્તાવ છે. હકીકતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા ૧૯૮૪ના રમખાણોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે, રાજીવ ગાંધીને આપવામાં આવેલું ભારત રત્નની ઉપાધિને પરત લઇ લેવી જોઇએ. આ પસ્તાવની તરફેણમાં બોલવા માટે અલકા લાંબાને પણ કહેવામાં આવ્યું હતું પરંતુ અલકા લાંબા વોકઆઉટ કરી ગયા હતા. ત્યારબાદથી અલકા લાંબા પાર્ટી ઉપર પોતાને અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં જ નેશનલ કાઉન્સિલની બેઠકમાં નહીં બોલાવવાને લઇને પણ વિવાદ થયો હતો. ત્યારબાદ અલકાએ આક્ષેપ કર્યો હતો કે, કેજરીવાલ તેમને ટિ્‌વટર ઉપર ફોલો કરી રહ્યા નથી.

Related posts

પેગાસસ જાસૂસી વિવાદમાં સુપ્રીમનો સ્વતંત્ર તપાસ અંગે આદેશ

editor

कई महीने पहले किया था अरुण जेटली को आगाहः राहुल गांधी

aapnugujarat

લાલુ પરિવારમાં ઘમાસાણ, તેજ પ્રતાપે પદથી આપ્યું રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1