Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેગાસસ જાસૂસી વિવાદમાં સુપ્રીમનો સ્વતંત્ર તપાસ અંગે આદેશ

કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને તલસ્પર્શી સોગંદનામુ ફાઇલ કરવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે પેગાસસનો ઉપયોગ વ્યક્તિઓ પર દેખરેખ રાખવા થયો હતો પછી તે ભલેને કાયદેસર રીતે કરવામાં આવ્યો હોય. પત્રકારોએ અને બીજા લોકોએ પેગાસસ જાસૂસી વિવાદમાં પ્રાઇવસી અંગે ઉઠાવેલી ચિંતાને ધ્યાનમા રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની વિગતો જાણવામાં રસ નથી. કેન્દ્રએ જણાવ્યું હતું કે તે કોઈ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવા અગે સોગંદનામુ ફાઇલ કરવા માંગતી નથી, લો ઓફિસરની દલીલ હતી કે દેશ જાસૂસી માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી દેશને નુકસાન જશે, આતંકવાદી જૂથો પણ સાવધ થઈ જશે. કોર્ટે જણાવ્યું હતું કે અમે તમારી વાત સમજીએ છીએ. પણ અમે ફક્ત એટલું જ સુનિશ્ચિત કરવા માંગીએ છે કે સરકાર દ્વારા તેનો ઉપયોગ કાયદાકીય રીતે નિર્ધારિત બાબતોથી થયો છે. લો ઓફિસરે જણાવ્યું હતું કે સરકાર પાસે છૂપાવવા જેવું કશું છે જ નહી. તેથી જ તો કેન્દ્રએ પોતે જણાવ્યું છે કે તે આરોપાની તપાસ કરવા માટે પોતે સમિતિ રચશે અને તેનો અહેવાલ કોર્ટને સોંપશે.સુપ્રીમ કોર્ટ પેગાસસ જાસૂસી વિવાદમાં સ્વતંત્ર તપાસ માંગતી વિવિધ અરજીઓ અંગે આજે બુધવારે ચુકાદો આપે તેમ માનવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ એન વી રામના અને ન્યાયાધીશ સૂર્ય કાંત અને હિમા કોહલીએ ત્રણ સપ્ટેમ્બરે અનામત રાખેલા આદેશમાં જણાવ્યું હતું કે તેઓ ફક્ત જાણવા માંગે છે કે કેન્દ્રએ શું આ સ્પાયવેરનો ઉપયોગ નાગરિકો પર ગેરકાયદેસર રીતે જાસૂસી કરવા માટે કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મૌખિક નિરીક્ષણ કર્યુ હતું કે તે આમાં ટેકનિકલ નિષ્ણાત સમિતિ સ્થાપશે અને પેગાસસ દ્વારા કેટલાક જાણીતા ભારતીયો પર ચાંપતી નજર રખાઈ તે અંગે સ્વતંત્ર તપાસના આદેશ આપશે. સુપ્રીમ કોર્ટનું સમિતિની સ્થાપના કરવાનું નિરીક્ષણ કેન્દ્ર દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે તે પોતે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે નિષ્ણાત પેનલની રચના કરશે તેને ધ્યાનમાં રાખતા મહત્ત્વનું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે આગામી કેટલાક દિવસોમાં જાહેરાત કરશે અને કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે સરકાર જાે સરકાર તલસ્પર્શી સોગંદનામુ ફાઇલ કરવા ફરીથી વિચારતી હોય તો તે પણ દર્શાવે.

Related posts

બંગાળમાં મમતાની બલ્લે બલ્લે, તમિલનાડુમાં ડ્ઢસ્દ્ભનો ડંકો, અસમમાં NDAની વાપસી

editor

उत्तर प्रदेश की योगी सरकार अब सामूहिक विवाह कार्यक्रम का आयोजन करेगी

aapnugujarat

ત્રાસવાદીઓને રક્ષણ મળશે તો ફરી કઠોર એક્શન લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1