Aapnu Gujarat
મનોરંજન

સેક્સી સ્ટાર એમી જેક્સન હિન્દી-કન્નડ ફિલ્મોમાં સક્રિય

હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં કન્નડ ફિલ્મ વિલનનો સમાવેશ થાય છે. તે હિન્દી જ નહીં બલ્કે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેથી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. એમી જેક્સન તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથે હાલમા કામ કરી રહી છે જેમાં ટુ ફિલ્મ સામેલ છે. આ ફિલ્મમાં રજનિકાંતની મુખ્ય ભૂમિકા છે. હાલમાં આ ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ જેક્સનની કેરિયરમાં તેજી આવી શકે છે અને તેની માંગ હાલ કરતા વધારે થઇ શકે છે. એમી જેક્સને છેલ્લે અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ જ સફળતા મેળવી શકી હતી. એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. સ્ટાર એમી જેક્સન સાવધાનીપૂર્વક ફિલ્મો હાલમાં સ્વીકારી રહી છે. ૪૦૦ કરોડના જંગી ખર્ચથી રજનિકાતની ટુ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. જે હજુ સુધી બનેલી સૌથી મોંઘી ફિલ્મ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. રજનિકાંત સાથે તમામ કલાકારો કામ કરવા માટે ઉત્સુક રહે છે. એમીને પણ મોટી તક મળી છે. પોતાની ભૂમિકા કેવી છે તે અંગે હાલમાં કોઇ વાત કરવામાં આવી રહી નથી. એમી ફિલ્મોને લઇને આશાવાદી છે.

Related posts

નુસરત ભરૂચા બોલિવુડમાં કેરિયરને લઇ આશાવાદી

aapnugujarat

પ્રિયા પ્રકાશની સામે દાખલ બધાં કેસ પર સુપ્રીમની બ્રેક

aapnugujarat

મહાભારતમાં કામ કરવાનો દિપિકાએ ઇન્કાર કરી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1