Aapnu Gujarat
મનોરંજન

ગુગલ સર્ચમાં પ્રિયા પ્રકાશ સની લિયોનથી આગળ છે

હાલમાં જ સોશિયલ મિડિયા પર તહેલકો મચાવી દેનારી મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર હવે વધુ એક સિદ્ધી મેળવી ગઇ છે. હાલમાં જ ગુગલ સર્ચના ટ્રેન્ડમાં તે સૌથી વધારે સર્ચ કરનાર સેલિબ્રિટી સની લિયોનને પાછળ છોડી દેવામાં સફળ રહી છે. સની લિયોન હજુ સુધી ભારતમાં સૌથી સર્ચ કરનાર સેલિબ્રિટી તરીકે હતી. હવે પ્રકાશ તેના કરતા આગળ નિકળી ગઇ છે. વેલેન્ટાઇન ડેના વીકમાં એક વિડિયો ક્લીપ તેની જારી કરવામાં આવી હતી. ત્યારબાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પ્રિયા પ્રકાશ વોરિયરે સની લિયોનને પણ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. કેટરીના કેફ, આલિયા ભટ્ટ અને દિપિકા જેવી સ્ટાર અભિનેત્રીને પણ તે પાછળ છોડી દેવામાં સફળ રહી છે. હાલમાં ગુગલ ટ્રેન્ડસમાં પ્રિયાને લોકોએ ખુબ પસંદ કરી હતી. પ્રિયાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા ૩૫ લાખના આંકડાને પાર કરી ગઇ છે. આની સાથે જ દુનિયાના મોટા સ્ટારની જમાતમાં તે સામેલ થઇ ગઇ છે. તેના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે. પ્રિયા પ્રકાશ પોતાની એક્ટિગની શુરૂઆત મલયાલી ફિલ્મ ઓરુ અડાર લવ મારફતે કરી રહી છે. જે ત્રીજી માર્ચ ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. વાયરલ થયેલી ક્લીપ પણ આ ફિલ્મની છે. મલયાલી ફિલ્મ આરુ અડાર લવનુ નિર્દેશન ઓમાર લુલુ કરી રહ્યા છે. આ રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે. જે હાઇસ્કુલના રોમાન્સ પર આધારિત છે.

Related posts

सुशांत और भूमि पेडनेकर भी अब साथ-साथ दिखेगे

aapnugujarat

कृति के साथ कॉमिडी में दिलजीत दोसांझ आएंगे

aapnugujarat

अनुराग कश्यप को मुंबई पुलिस ने भेजा समन

editor

Leave a Comment

UA-96247877-1