Aapnu Gujarat
મનોરંજન

વરૂણ ધવન સાથે અનુષ્કા શર્મા જોડી જમાવવા તૈયાર

યુવા પેઢીમાં લોકપ્રિય સ્ટાર વરૂણ ધવન અને અનુષ્કા શર્માની જોડી હવે પ્રથમ વખત ચમકાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. યશરાજ ફિલ્મના નવા પ્રોડક્શન સુઇ ધાગામાં બન્ને કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મ સુઇ ધાગા ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નિર્દેશન શરત કટારિયા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કાટારિયા વિતેલા વર્ષોમાં દમ લગા કે હઇસા નામની ફિલ્મ બનાવી ચુકયા છે. મનીષ શર્મા આ પ્રોજેક્ટને હાથ ધરી રહ્યા છે. વરૂણે આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે ગાંધીજીથી લઇને મોદી સુધી અમારા દેશના તમામ નેતા મેઇડ ઇન ઇન્ડિયાનો મંત્ર આપી રહ્યા છે ત્યારે સુઇ ધાગા સાથે જોડાઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે તે લાખો ચાહકો સુધી ખાસ પ્રકારના સંદેશાને લઇને જશે. વરૂણે કહ્યુ છે કે આ ફિલ્મ માટે યશરાજ સાથે જોડાઇને તે ભારે ખુશ છે. અનુષ્કા શર્મા પોતે પણ આ અસામાન્ય સ્ટોરીને લઇને આશાવાદી છે. આ સ્ટોરી એક આત્મનિર્ભર બનાવવા સાથે સંબંધિત છે. વરૂણ હાલમાં જુડવા-૨ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને તાપ્સી કામ કરી રહી છે. આ ઉપરાંત પણ વરૂણ પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મને ગાંધી જયંતિ ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. યુવા સ્ટાર વરૂણધવન છેલ્લે જુડવા-૨ ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મને સફળતા મળ્યા બાદ વરૂણ હવે યુવા સ્ટારમાં લોકપ્રિય હસ્તી તરીકે ઉભરી રહ્યો છે.

Related posts

સારા અલી સાથે કાર્તિકની મિત્રતાથી અનન્યા પરેશાન

aapnugujarat

શિલ્પા શેટ્ટીએ શેર કર્યાં માતા બનવાના અનુભવ, જાણો કોણે શેર કર્યા અને કેવા છે માતા બનવાના અનુભવ

editor

फिल्म उद्योग को वापस पटरी पर आता देख खुश हैं वाणी कपूर

editor

Leave a Comment

UA-96247877-1