Aapnu Gujarat
મનોરંજન

Ameesha Patelને ઉધારી ન ચૂકવતા મળી નોટિસ, Sunny Leoneને પણ સમન

ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ અત્યારે તેની ફિલ્મ ‘ગદર 2’ની રિલીઝની તૈયારી કરી રહી છે, ત્યારે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)એ તેને નોટિસ મોકલી છે. અમીષા પટેલની સાથે IMPPAએ સની લિયોનને પણ નોટિસ મોકલીને ઑફિસમાં બોલાવી છે. ફિલ્મ મેકર્સ એસોસિએશનને આ બંને અભિનેત્રીઓ વિરુદ્ધ ફરિયાદ મળી છે. અમીષા પટેલ અને સની લિયોને તેમના પૈસા ફિલ્મ નિર્માતાઓને પરત કર્યા ન હોવાના આક્ષેપ છે.

ફિલ્મ નિર્માતા હરિશ પટેલ અને વિનોદ બચ્ચને ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનમાં ફરિયાદ નોંધાવી છે. એસોસિએશને બંને અભિનેત્રીઓને નોટિસ મોકલીને ઑફિસમાં આવીને પોતાનો કેસ રજૂ કરવા જણાવ્યું છે. અમીષા પટેલ અને સની લિયોન આવતા અઠવાડિયે IMPPA ઓફિસ પહોંચી શકે છે. જો અમીષા અને સની 25 જુલાઈ સુધી નહીં પહોંચે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે
એસોસિએશને જાહેર કરેલા નિવેદન અનુસાર, અમીષા પટેલ અને સની લિયોન પર કામના પૈસા પરત ન કરવાનો આરોપ છે. મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખ અભય સિન્હાએ કહ્યું કે, નિર્માતાઓની ફરિયાદ પર અમીષા અને સનીને મધ્યસ્થી માટે ઘણી વખત બોલાવવામાં આવ્યા છે, પરંતુ તેમની તરફથી હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. આવી સ્થિતિમાં જો તે 25 જુલાઈએ ઑફિસમાં હાજર નહીં થાય તો સંસ્થા તરફથી તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
મળતી માહિતી અનુસાર, અમીષા પટેલે વર્ષ 2017માં નિર્માતા હરીશ પટેલ પાસેથી 2.5 ટકાના વ્યાજ દરે 65 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ આજ દિન સુધી તેણે પૈસા પરત કર્યા નથી. અભિનેત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત ચેક આપ્યા હતા, પરંતુ તે બેન્કમાં બાઉન્સ થયા હતા. નિર્માતા હરિશ પટેલે અમીષા પટેલ વિરૂદ્ધ મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનમાં ચેક બાઉન્સ અંગે ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ ફિલ્મ પ્રોડ્યુસર વિનોદ બચ્ચને સની લિયોનિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમનો કેસ 2015નો છે. સની લિયોનને વર્ષ 2015માં વિનોદ બચ્ચને તેની ફિલ્મ ‘યારો કી બારાત’ માટે સાઈન કરી હતી, પરંતુ 2 મહિના પછી અભિનેત્રીએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આ સંદર્ભમાં, મેકરે સની લિયોનીને ફી તરીકે જે સાઈનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી. તે હજી સુધી પરત કરવામાં આવી નથી.

Related posts

ड्रग एंगल पर बोली रवीना – सेलेब्रिटीज को निशाना बनाना आसान

editor

मैं हमेशा से विलन का रोल करना चाहता था : चंकी पांडे

aapnugujarat

સિદ્ધાર્થ તેમજ જેક્લીન હાલ ફ્લેટની તપાસ કરી રહ્યા છે

aapnugujarat
UA-96247877-1