Aapnu Gujarat
મનોરંજન

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ પૂજા જોશી બનવાની છે મા

યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો પહેલો એપિસોડ જાન્યુઆરી ૨૦૦૯માં ઓનએર થયો હતો, ત્યારથી લઈને અત્યારસુધીમાં માત્ર તેના સ્ટોરી પ્લોટમાં જ નહીં પરંતુ કાસ્ટમાં પણ ધરખમ ફેરફાર થયા છે. જો કે, પહેલાની કાસ્ટને હજી સુધી ફેન્સ ભૂલ્યા નથી. અક્ષરા, નૈનિક, ભાભીમા, ગાયુ, છોટી મા, નક્ષ, રશ્મિ, નંદિની, મોહિત, રાજશ્રી, વિશંભર નાથ, કાવેરી સિંઘાનિયા તેમજ વર્ષા જેવા પાત્રો આજે પણ દર્શકોને યાદ છે. તો આ કલાકારો પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સને એક-એક અપડેટ આપતા રહે છે. વર્ષાના રોલમાં જોવા મળેલી પૂજા જોશીની જ વાત કરીએ તો તે બીજી વખત મમ્મી બનવા જઈ રહી છે. પ્રેગ્નેન્સીની જાહેરાત તેણે ખૂબ જ અલગ અંદાજમાં કરી છે. ગુરુવારે પૂજા જોશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બીજીવાર મમ્મી બનવા જઈ રહી હોવાની ખુશી ફેન્સ સાથે વહેંચી હતી. જેની શરૂઆતમાં તેની દીકરી બ્લૂ કલરના પ્રિન્સેસ ફ્રોકમાં હાથમાં પ્લે કાર્ડ લઈને ઉભેલી જોવા મળી, જેમાં લખ્યું હતું ’ખૂબ જલ્દી મોટી દીદી બનવા જઈ રહ્યું છે’, તે બાદની તસવીરમાં પૂજા તેની દીકરી અને પતિ સાથે હાથમાં પ્લે કાર્ડ સાથે જોવા મળી હતી, જેમાં લખ્યું હતું ’કમિંગ સૂન’, આ ક્લિપની તે પછીની તસવીરોમાં એક્ટ્રેસ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. જેમાં તેની સાથે પરિવારના અન્ય સભ્યો પણ છે. એક્ટ્રેસે બ્લેક કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે. તેનો બેબી બમ્પ જોઈને તે એક-બે મહિનામાં મમ્મી બનશે તેમ લાગી રહ્યું છે. કેપ્શનમાં લખ્યું હતું ’આભાર મિત્રો, મારા માટે આ ઘણો અર્થ ધરાવે છે’. લત્તા સબરવાલ, ચૈત્રી લોકેશ ગુપ્તે, નેહા સરૂપા, કાવેરી પ્રિય, નિધિ ઉત્તમ, સ્વાતિ ચિટનિસ, અક્ષય નાઈક અને સોનિયા કૌર સહિતના તેના પૂર્વ કો-એક્ટર્સ તેમજ ફેન્સે અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા બાળક માટે પ્રેમ વરસાવ્યો હતો. પૂજા જોશીએ વર્ષ ૨૦૧૫માં બિઝનેસમેન મનીષ અરોરા સાથે લગ્ન કર્યા હતા. તેના બે વર્ષ બાદ એટલે કે ૨૦૧૭માં એક્ટ્રેસે દીકરીને જન્મ આપ્યો હતો. તે પર્સનલ લાઈફમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે એક્ટિંગને ટાટા-બાય કહી દીધું હતું. પરંતુ ૨૦૧૯માં તે ટીવી સીરિયલ ’યે રિશ્તે હૈ પ્યાર કે’માં જોવા મળી હતી, તેની કહાણીને ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સાથે લિંક કરવામાં આવી હતી. પરંતુ થોડા એપિસોડ બાદ તે તેમાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે ફેન્સ સાથે તે ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી કનેક્ટ રહે છે. પૂજા જોશીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે ભલે એક્ટિંગ છોડી ચૂકી હોય પરંતુ મુંબઈમાં પતિ સાથે મળીને એક સલૂન ચલાવે છે, જેનું નામ રોમિલા છે. જેનું ઓપનિંગ ગત વર્ષે કરવામાં આવ્યું હતું. એક રીતે તે પણ પતિની જેમ હવે બિઝનેસ કરવા લાગી છે. તે લગ્નના આઠ વર્ષ બાદ બીજીવાર મામ બનવા જઈ રહી છે. તેને લઈને તે ઉત્સાહિત છે.

Related posts

છેતરપીંડીના આરોપમાં યુપી પોલીસ સોનાક્ષીના ઘરે પહોંચી

aapnugujarat

સુશાન્ત તેમજ કૃતિ સનુન નવી ફિલ્મમાં સાથે રહેશે

aapnugujarat

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

aapnugujarat
UA-96247877-1