Aapnu Gujarat
મનોરંજન

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

સોની ટેલીવિઝન પર પ્રસારિત થનાર કૌન બનેગા કરોડપતિની સીઝન ૯એ દરેક રેકોડ્‌ર્સ તોડ્યા છે.
બ્રૉડકાસ્ટ ઑડિયંસ કાઉંસિલ ઈન્ડિયા(બાર્ક)નાં રેટિંગ પ્રમાણે શહેરી વિસ્તારોમાં ટૉપ પાંચ શોમાં ત્રણ તો રિયાલિટી શો જ છે. વર્ષ ૮ સપ્ટેમ્બર સુધીના ડેટા પ્રમાણે આ યાદીમાં પ્રથમ નંબર માટે અમિતાભ બચ્ચનનાં કૌન બનેગા કરોડપતિએ બાજી મારી જીતી લીધી છે.શહેરી વિસ્તારોમાં સૌથી વધારે દેખાતા શોમાં આ શો ટૉપ પર છે. બીજા નંબર પર પણ રિયાલિટી શો ખતરો કે ખિલાડીઃ પેન ઈન સ્પેન છે. ત્રીજા સ્થાન પર સીરિયલ કુમકુમ ભાગ્યએ સ્થાન મેળવી લીધું છે. જ્યારે ચોથા સ્થાન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. પાંચમાં સ્થાને અમૂલ સા રે ગા મા પા લિટલ ચેંપ્સ રિયાલિટી શો છે.
જો ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ટીઆરપીની રેસમાં પહેલા અને છેલ્લા નંબર પર માઈક્રોમેક્સ કપ તેમજ બીજા સ્થાન પર જમાઈ રાજા, ત્રીજા સ્થાન પર કાલા ટીકા અને ચોથા સ્થાને બાલવીરે પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. આ શોનો પહેલો એપિસોડ ૨૦૦૦માં આવ્યો હતો.
આશરે ૧૭ વર્ષ અને ૯ સીઝનમાં આ શો લોકોનો સૌથી ફેવરિટ શો બની ગયો છે. ખાસ કરીને આ શોની ખાસિયત એ છે કે લોકો તેની રકમ માટે નહીં પરંતુ કન્ટેન્ટ માટે પસંદ કરે છે.કૌન બનેગા કરોડપતિની સીઝન સોની ટીવી પર દર સોમવારથી લઇને શુક્રવાર સુધી આવે છે. આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. જે કૌન બનેગા કરોડપતિની લોકપ્રિયતાનું એક મોટું કારણ હોય શકે છે.
આ શોની લોકપ્રિયતા જોતાં મેકર્સ દર વર્ષે આ શોને લાવવાનું વિચારી રહ્યાં છે. આ વખતે શોની લોકપ્રિયતાનું મોટું કારણ જિયો નેટવર્ક દ્વારા ઘરે બેઠાં જ જનતાં ભાગ લઇ શકે તે પણ છે. જેમાં સૌથી વધારે સાચા જવાબ આપનાર દર્શક આકર્ષક ઇનામ જીતી શકે છે. ઉપરાંત નવી લાઇફલાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા પ્રયોગોના કારણે કૌન બનેગા કરોડપતિ સીઝન સફળ થઇ રહ્યો છે.

Related posts

૧૮૦ કિલો વજન ઉપાડીને કસરત કરે છે ટાઇગર

editor

मुंगड़ा गाने पर थिरकीं सोनाक्षी

aapnugujarat

મી-ટુ કેમ્પેઈન શરુ કરનાર તનુશ્રી દત્તા ભારત છોડી દેશે..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1