Aapnu Gujarat
મનોરંજન

છેતરપીંડીના આરોપમાં યુપી પોલીસ સોનાક્ષીના ઘરે પહોંચી

છેતરપીંડીના મામલે કેસ નોંધીને મુરાદાબાદ પોલીસ ગુરૂવારે સોનાક્ષી સિન્હાના મુંબઈવાળા ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા વર્ષે સોનાક્ષી સિન્હા દિલ્હીની એક ઈવેન્ટમાં પરફોર્મ કરવાની હતી. પરફોર્મન્સ માટે તેણે ૨૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે પણ લઈ લીધા હતા પરંતુ તેણે પરફોર્મ કર્યું નહતું.
છેતરપીંડીની એફઆઈઆર ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દાખલ કરાઈ હતી. ગુરૂવારે મુરાદાબાદ પોલીસે જુહૂ પોલીસ સ્ટેશનની મદદથી સોનાક્ષી સિન્હાનું સ્ટેટમેન્ટ લેવા માટે તેના ઘરે પહોંચી હતી. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરે હાજર નહતી. કેટલાક કલાકો સુધી તેની રાહ જોયા બાદ પોલીસ કંટાળીને તેના ઘરેથી ચાલી ગઈ. શુક્રવારે પોલીસ ફરીથી સોનાક્ષીના ઘરે પૂછપરછ માટે જશે.
સોનાક્ષી સિન્હાના સ્પોકપર્સને કહ્યું કે આ તમામ આરોપો ખોટા છે. તેની છાપ ખરાબ કરવા માટે કોઈએ આ પ્રકારની ગંદી રમત રમી છે. પોતાના નવ વર્ષની કારકિર્દીમાં સોનાક્ષીએ હંમેશા ઈમાનદારીથી જ કામ કર્યું છે. આ વ્યક્તિ જે પણ આરોપ લગાવી રહ્યો છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ બનાવવાની તૈયારી

editor

હવે પ્રભાસ સાથે પુજા હેગડે નજરે પડશે : રિપોર્ટ

aapnugujarat

नगमा ने साधा कंगना पर निशाना

editor

Leave a Comment

UA-96247877-1