Aapnu Gujarat
બિઝનેસ

એપલના ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન એકસએસ ઓગસ્ટ સુધીમાં સસ્તા ભાવે ભારતમાં મળતા થશે

એપલ દ્વારા ભારતમાં નિર્મિત આઈફોન એકસએસ અને કદાચ એકસઆર આવતા મહિનાથી ભારતમાં મળતા થઈ જશે એવો અહેવાલ છે.એટલું જ નહીં, આ ફોનનું એસેમ્બલિંગ ભારતમાં જ થાય છે એટલે લેટેસ્ટ આવૃત્તિના આઈફોન્સ સસ્તા ભાવે મળશે. ભારતીય માર્કેટમાં હાલ જે આઈફોન્સ ઉપલબ્ધ છે એને માટે ભારતનાં લોકો ઊંચા ભાવ ચૂકવે છે.ભારતમાં નિર્મિત આઈફોન્સ ભારતમાં વેચવા દેવા માટે અમુક આવશ્યક પરવાનગીઓ મેળવવાની બાકી હોવાથી તેનું વેચાણ ઓગસ્ટ સુધી લંબાઈ ગયું છે.
લેટેસ્ટ આવૃત્તિનાં આઈફોન ભારતમાં એસેમ્બલ કરાય છે એ ભારત સરકાર માટે મોટી સફળતા ગણાય છે, કારણ કે આગળ જતાં એપલ કંપની તેનાં ફોનનું સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદન કરશે એવી આશા છે.ઈમ્પોર્ટ ડ્યૂટી વધી ગઈ છે તેથી ફોન આયાત કરવાનું મોંઘું થશે તેથી સ્થાનિક સ્તરે એનું ઉત્પાદન કરવાથી એ સસ્તા ભાવે મળી શકશે. એપલ કંપની તેની વધુ બ્રાન્ડને પણ ભારતમાં જ ઉત્પાદિત કરવા પ્રેરિત થશે.
અત્યંત મોંઘા ભાવના આઈફોનના ખરીદારો વધે એવી ધારણા છે, પરંતુ જોવાનું એ રહે છે કે એપલ ભારતમાં એસેમ્બલ કરાયેલા આઈફોન્સના ભાવ કેટલી હદે સસ્તા રાખે છે.

Related posts

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું..!!

aapnugujarat

કોલ માઇન પ્રોજેક્ટ માટે અદાણીને લોન આપવા સંદર્ભે એસબીઆઇ અવઢવમાં

editor

GST, નોટબંધીથી લગ્નની સિઝન પર માઠી અસર થશે : એસોચેમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1