Aapnu Gujarat
બિઝનેસ

GST, નોટબંધીથી લગ્નની સિઝન પર માઠી અસર થશે : એસોચેમ

ઇન્ડસ્ટ્રી ચેમ્બર એસોચેમ દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવેમ્બર મહિનામાં શરૂ થઇ રહેલી આગામી લગ્નની સિઝન પર જીએસટી અને નોટબંધીની અસર જોવા મળી શકે છે. ૧૦થી ૧૫ ટકા સુધી અસર રહી શકે છે. મેરેજ સંબંધિત ગાર્ડન, લગ્ન સંબંધિત હોલ, ટેન્ટ બુકિંગ, કન્ફેક્સનરી સર્વિસ, ફોટોગ્રાફી અને અન્ય કેટલીક સેવાઓ ઉપર નોટબંધી અને જીએસટીના લીધે માઠી અસર થઇ શકે છે. એસોચેમનું કહેવું છે કે, નોટબંધી અને જીએસટીની અસર સંપૂર્ણપણે હજુ સુધી દૂર થઇ નથી. કારણ કે લોકો જ્વેલરી અને એપરલની ખરીદી હવે કરનાર છે. સલુન અને બ્યુટીપાર્લરોમાં ખર્ચ પણ વધનાર છે. ફોટોગ્રાફી પણ ખર્ચાળ સાબિત થશે. હોટલો, લગ્નના સ્થળો, કુરિયર અને અન્ય સંબંધિત સર્વિસ માટે લોકોને રોકવાની બાબત વધારે ખર્ચાળ સાબિત થશે. એવો અંદાજ છે કે, વકીલ, ટેન્ટ બુકિંગ, ફુડ સર્વિસ જેવી ઘણી બધી લગ્નની સેવાનો સરેરાશ ખર્ચ જીએસટીના કારણે વધારે રહેશે. મોટાભાગની સર્વિસ ઉપર જીએસટી રેટ ૧૮ ટકાથી લઇને ૨૮ ટકા છે. જીએસટી પહેલા ટેન્ટ સર્વિસ અને અન્ય સંબંધિત બિઝનેસ પ્રવૃત્તિ પ્રમાણમાં સસ્તી હતી. આના ઉપર બિલ ઓછું આવી રહ્યું હતું. કારણ કે, તેઓ કોઇપણ પ્રકારના ટેક્સ ચુકવી રહ્યા ન હતા. ડેન્સીનેશન લગ્ન અથવા તો ભારતમાં લગ્ન સંબંધિત ટ્યુરિઝમ સેક્ટરમાં એકંદરે ઇન્ડસ્ટ્રીમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જીએસટી અને નોટબંધીની અસર હજુ પણ દેખાઈ રહી છે. કારણ કે, આ પ્રથા પહેલાથી જ વધુને વધુ મોંઘી બની રહી છે. વિદેશીઓ, એનઆરઆઈ, અમીર લોકો અને બહારથી આવતા લોકો બીચ ઉપર, મોટી હોટલોમાં, એડવેન્ચર સ્થળો ઉપર લગ્ન કરવાનું પસંદ કરે છે. એસોચેમના કહેવા મુજબ તમામ ફુટવેર ઉપર જે ૫૦૦થી વધુની કિંમતના છે તેના ઉપર ૧૮ ટકા ટેક્સ છે. ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર ટેક્સ પણ ત્રણ ટકા છે. ફાઈવ સ્ટાર હોટલ માટે બુકિંગ જીએસટીના સ્વરુપમાં ૨૮ ટકા વધારે ખર્ચ સાબિત થશે. મેનેજમેન્ટ સર્વિસને ખર્ચ ઉપર વધારાના ૧૮ ટકા જીએસટી ચુકવવાની જરૂર પડશે. લગ્ન સંબંધિત ગાર્ડન અને લગ્ન સંબંધિત હોલ બુકિંગ પર જીએસટી ૧૮ ટકા રહેશે. મોટાભાગની અન્ય સર્વિસ પણ મોંઘી સાબિત થનારછે. રોકડ રકમ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાના લીધે જુદા જુદા બિલ ઉપર લગ્ન સંબંધિત ગ્રોસરી અને ચીજો ખરીદવામાં આવે છે પરંતુ જીએસટી હેઠળ કારોબારીઓ બિલ પર કોમોડિટી વેચવા માટે તૈયાર થશે નહીં.

Related posts

સોના અને ચાંદીમાં ઘટાડો

editor

૨૦૦ની નોટ એટીએમમાં ત્રણ મહિના બાદ ઉપલબ્ધ બનશે

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૩૧,૬૪૬ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1