Aapnu Gujarat
રમતગમત

અફઘાનિસ્તાને રાશિદ ખાનને ત્રણેય ફોર્મેટમાં કમાન રાશિદ ખાનને સોંપી

વિશ્વ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુલબદીન નાઇબને કેપ્ટન પદ્દેથી હટાવી દીધો છે. બોર્ડે રાશિદ ખાનને તમામ ફોર્મેટમાં આગેવાન બનાવ્યો છે.
શુક્રવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ જાહેરાત કરી હતી. હવે આ યુવા લેગ સ્પિનર તમામ ફોર્મેટમાં અફઘાનિસ્તાન ટીમની કમાન સંભાળશે. તો વિશ્વ કપ પહેલા કેપ્ટન પદેથી હટાવવામાં આવેલ અસગર અફઘાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.મહત્વનું છે કે, આ પહેલા અસગર અફઘાન ટીમનો કેપ્ટન હતો. વિશ્વ કપ પહેલા બોર્ડે અચાનક ચોંકાવનાનો નિર્ણય લીધો હતો અને અસગર અફઘાનને હટાવીને ગુલબદીન નાઇબને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તો રાશિદ ખાનને ટી૨૦ અને રહમત શાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે બોર્ડે તમામ ફોર્મેટની કમાન રાશિદ ખાનને આપવાનો નિર્ણય કર્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ પહેલા કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો હતો તે ટીમને ભારે પડ્યો હતો. વિશ્વ કપ શરૂ થતાં પહેલા અફઘાનિસ્તાન ટીમ પાસેથી આશા રાખવામાં આવતી હતી કે ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન બે-ત્રણ મેચ જીતી શકે છે. પરંતુ ગુલબદીન નાઇબની આગેવાનીમાં ટીમે ટૂર્નામેન્ટમાં તમામ નવ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.અફઘાનિસ્તાન બોર્ડે જ્યારે વિશ્વ કપ પહેલા અસગર અફઘાનને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે ટીમના ખેલાડી રાશિદ ખાન અને મોહમ્મદ બનીએ ટ્‌વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બંન્નેએ કહ્યું હતું કે, વિશ્વ કપ પહેલા ટીમનો કેપ્ટન બદલવો યોગ્ય વાત નથી. આ સાથે બંન્નેએ અસગર અફઘાનનું સમર્થન પણ કર્યું હતું.

Related posts

ટ્‌વેન્ટી મેચ : ન્યુઝીલેન્ડ પર પાકિસ્તાનની ૪૮ રને જીત

aapnugujarat

पीकेएल : यू-मुम्बा ने तेलुगु टाइटंस को 41-27 से हराया

aapnugujarat

सपनों के पीछे भागी, इसलिए जीत सकी : एंड्रीस्कू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1