Aapnu Gujarat
રમતગમત

ટ્‌વેન્ટી મેચ : ન્યુઝીલેન્ડ પર પાકિસ્તાનની ૪૮ રને જીત

ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચમાં આજે પાકિસ્તાને ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૨૦૧ રન નબાવી શકી હતી જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૦૨ રનના ટાર્ગેટ સામે ૧૫૩ રન જ બનાવી શકી હતી. આની સાથે જ ટ્‌વેન્ટી શ્રેણીમાં બંને એક એક મેચ જીતી શક્યું છે. ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રણી ૧-૧થી બરોબર થઇ છે. આજે મેન ઓફ દ મેચ તરીકે ફખરની પસંદગી કરાઈ હતી. અગાઉ પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. અગાઉ ૧૬મી જાન્યુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી.તે પહેલવા ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની ટીમના તમામ બેટ્‌સમેનો હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. ગુપ્ટિલ હાલમાં જોરદાર ફોર્મમાં છે.

Related posts

टेस्ट रैंकिंग : कोहली तथा रहाणे फिसले, पुजारा 8वें स्थान पर पहुंचे

editor

नस्लीय टिप्पणी : पाकिस्तान के कप्तान सरफराज अहमद ४ मैच के लिए सस्पेंड

aapnugujarat

पंत की जगह केएस भरत बैकअप कीपर के तौर पर टीम में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1