Aapnu Gujarat
મનોરંજન

હવે પ્રભાસ સાથે પુજા હેગડે નજરે પડશે : રિપોર્ટ

બોલિવુડમાં મોટા પ્રોજેક્ટ સાથે કેરિયરની શરૂઆત કરનાર પુજા હેગડેને હવે વધુ એક મોટી ફિલ્મ હાથ લાગ છે. તે હવે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તે તો નવી ઓફરના કારણે ખુબ જ ખુશ છે. બાહુબલી તરકે લોકપ્રિય પ્રભાસની ફિલ્મ મળતા હવે તેની કેરિયરમાં એક નવો વળાંક આવી શકે છે. તેની કેરિયર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી સાથે આગળ વધી શકે છે. પ્રભાસે આ સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી આપી નથી પરંતુ તે ફિલ્મને લઇને ખુશ છે. પ્રભાસ પણ હવે વધુને વધુ ફિલ્મો કરી રહ્યો છે. એક સાહો નામની ફિલ્મમાં તે બોલિવુડ સ્ટાર શ્રદ્ધા કપુરની સાથે કામ કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે પુજા હેગડેએ ટોલિવુડમાં અન્ય બીજા મોટા સ્ટારની સાથે પણ ફિલ્મો સાઇન કરી છે. બે ફિલ્મો તે મોટા સ્ટાર સાથે કરી રહી છે. જેમાં જુનિયર એનટીઆર અને મહેશ બાબુનો સમાવેશ થાય છે. પ્રભાસની સાથે પુજા હેગડે જે ફિલ્મ કરી રહી છે તે ફિલ્મનુ નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર કરશે. આ ફિલ્મ યુવ ક્રિએસન્સના બેનર હેઠળ બની રહી છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષે જુન મહિનામાં શરૂ થનાર છે. પુજા હેગડેએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહેનજો દારો સાથે કરી હતી. જેમાં રિતિક રોશન મુખ્ય અભિનેતા તરીકે હતો. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ પણે ફ્લોપ સાબિત થઇ હત. ત્યારબાદ પુજાને બોલિવુડમાં કોઇ મોટી ફિલ્મો હાથ લાગી નથી. જો કે પ્રભાસ સાથે ફિલ્મ કર્યા બાદ તે કેટલીક મોટી ફિલ્મો હિન્દીની પણ મેળવી તેવી શક્યતા દેખાઇ રહી છે. પુજા હેગડે ખુબ કુશળ હોવા છતાં બોલિવુડમાં સંપૂર્ણ સફળતા હાંસલ કરી શકી નથી. તે બોલિવુડમાં પગ જગાવવા માટે સંપૂર્ણ પણે સક્રિય છે. પુજા બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને પણ પરેશાન નથી. તે તમામ પ્રકારના રોલ સારી રીતે અદા કરવા માટે ઇચ્છુક છે. આશુતોષની ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની ચોક્કસપણે નોંધ લેવામાં આવી હતી. પુજા હેગડે સાઉથની ફિલ્મોમાં ઉલ્લેખનીય સફળતા મેળવી રહી છે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોને લઇને પણ નિરાશ થઇ નથી. તેની પાસે પ્રોજેક્ટ આવી રહ્યા છે. જો કે તે પહેલા સારા પ્રોજેક્ટને હાથ ધરી રહી છે. રિતિક રોશન સાથે પ્રથમ ફિલ્મમાં કામ કર્યા બાદ તે હજુ તેની સાથેવધુ ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે રિતિક રોશન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. તેની સાથે તમામ સ્ટાર કામ કરવા માટે ઇચ્છુક છે. તે એક અલગ ચાહક વર્ગ પણ ધરાવે છે. બોલિવુડમાં ખાનની લોકપ્રિયતા વચ્ચે રિતિક રોશને પણ મોટી લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે. તે હાલમાં કેટલા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પુજા હેગડે બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પગ જમાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સફળતા પણ મેળવી રહી છે.

Related posts

‘एक विलेन रिटर्न्‍स’ अगले साल 11 फरवरी को होगी रिलीज

editor

હોલિવુડ ફિલ્મની રિમેકમાં સુશાંત-સંજના સાંઘી રહેશે

aapnugujarat

૨૦૨૧ની શરૂઆત બોલિવૂડ માટે ખરાબ થશે

editor

Leave a Comment

UA-96247877-1