Aapnu Gujarat
મનોરંજન

હોલિવુડ ફિલ્મની રિમેકમાં સુશાંત-સંજના સાંઘી રહેશે

હોલિવુડની ફિલ્મ ધ ફોલ્ટ ઇન આવર સ્ટાર્સની હિન્દી રિમેક ફિલ્મ બનાવવાનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. જેમાં સુશાંત સિંહ રાજપુત અને સંજના સાંઘી મુખ્ય રોલ કરનાર છે. ફિલ્મના મુખ્ય કલાકારોના નામ નક્કી કરવામાં આવ્યા બાદ હવે ટુંક સમયમાં જ શુટિંગની શરૂઆત કરવામાં આવનાર છે. તમામ લોકો અભિનેત્રી તરીકે સંજના સાંઘીનુ નામ નક્કી કરવામાં આવ્યા બાદ આશ્ચર્યચકિત છે. તેના નામને લઇને હવે સર્ચ કરવામાં આવી રહી છે.ચાહકો તેના અંગે વધારે માહિતી મેળવી લેવાના પ્રયાસમાં છે. જાણકાર લોકો અને બોલિવુડની ફિલ્મોમાં વધારે ધ્યાન રાખનાર લોકોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૧માં આવેલી રણબીરની ફિલ્મ રોકસ્ટારમાં નરગીસની સાથે તેની બહેન તરીકેના રોલમાં રહેલી અભિનેત્રી સાંધી મુખ્ય રોલ કરનાર છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાથે જોડાયેલા લોકો કહે છે કે તેના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનુ નિર્દેશન મુકેશ છાબડા કરવા જઇ રહ્યા છે. અભિનેત્રી અંગે વાત કરતા તેમણે કહ્યુ છે કે સંજના સાથે તેમની પ્રથમ મુલાકાત થયા બાદ તેઓખુબ પ્રભાવિત થયા હતા. રોકસ્ટારની કાસ્ટિંગ વેળા તેમની આ પ્રથમ મુલાકાત થઇ હતી. તેમને તે ખુબ યંગ અને એક્ટિવ સ્ટાર તરીકે દેખાઇ હતી. થોડાક વર્ષો બાદ અમે એક એડ કાસ્ટિંગ માટે પણ મળ્યા હતા. એ વખત સુધી તે શાનદાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી હતી. એ વખતે તેમને વિશ્વાસ થઇ ગયો હતો કે તેઓ એક દિવસે એની સાથે ફિલ્મ ચોક્કસપણે બનાવશે. મુકેશે વધુમાં કહ્યુ છે કે જેમ જ ફોલ્ટ ઇન આવર સ્ટાર્સની પટકથા તૈયાર કરવામાં આવી કે તેઓએ સંજનાને આના માટે સંપર્ક કર્યો હતો. સંજના આ રોલ માટે ફિટ દેખાતી હતી. તેનો ચહેરો આ રોલ માટે પરફેક્ટ છે. વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલી ધ ફોલ્ટ ઇન આવર સ્ટાર્સ લોકોને પસંદ પડી હતી. જે એક રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મ કેન્સર પિડિત બે લોકોની પ્રેમ કથા છે. આ પહેલા ફિલ્મ માટે વરૂણ ધવન અને દિપિકાનુ નામ સપાટી પર આવી રહ્યુ હતુ. અંતે સુશાંત અને સંજના સાંઘી પર પસંદગી ઉતારી દેવામાં આવી છે. અન્ય કલાકારોની પસંદગી ટુંક સમમાં કરી લેવામાં આવ્યા બાદ પ્રોજેક્ટ પર વધુ કામ શરૂ કરાશે. શુટિંગ ક્યારે શુરૂ કરાશે અને ફિલ્મને ક્યારેય રજૂ કરવાની યોજના છે તે સંબંધમાં મુકેશે હજુ સુધી કોઇ વાત કરી નથી. હાલમાં હોલિવુડમાં ભારે ધુમ મચાવી ચુકેલી ફિલ્મોની હિન્દી રીમેક બનાવવા માટેનો ક્રેઝ ચાલી રહ્યો છે. સાથે સાથે નવી જોડીને ચમકાવવાની પણ પ્રથા રહેલી છે. સુશાંત બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભર્યો છે. તે પોતાની તમામ ફિલ્મોમાં વધુને વધુ કુશળ સ્ટાર તરીકે ઉભર્યો છે. એમએમ ધોની પર બનેલી ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની તમામે નોંધ લીધી હતી. પીકે ફિલ્મમાં ટુંકી ભૂમિકામાં પણ તેની પ્રશંસા થઇ હતી. સુશાંત અને સંજના સાંઘી દ્વારા પોતાની નવી ફિલ્મને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અન્ય પાત્રોના નામની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. તમામ કલાકારો પસંદ થયા બાદ ફિલ્મ આગળ વધશે.

Related posts

જાતિય શૌષણ મહિલા સુધી મર્યાદિત રહી નથી : રાધિકા

aapnugujarat

સેફ અલીની સાથે ફિલ્મને લઇ ચિત્રાંગદા આશાવાદી

aapnugujarat

मैं अगली फिल्म के लिए यूपी की बोली सीख रहीं हूं : सनी लियोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1