Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં આઘાતનું મોજુ

મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનુ આજે ૭૬ વર્ષની વયમાં અવસાન થયુ હતુ. હોકિંગના પરિવાર તરફથી આજે સવારે નિવેદન જારીને માહિતી આપવામાં આવ્યા બાદ વિશ્વભરમાં વૈજ્ઞાનિક સમુદાયમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેમનુ અવસાન લંડનના કેમ્બ્રિજમાં તેમના આવાસ પર થયુ હતુ. હોકિંગના બાળકો લુસી, રોબર્ટ અને ટિમે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમને પિતાના અવસાનને લઇને ખુભ આઘાત છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિંગ બેંગ સિદ્ધાંતની શોધ કરી હતી. સાથે સાથે આ સિદ્ધાંતને સમજવામાં ચાવરૂપ ભૂમિકા અદા કરી હતી. તેમની પાસે ૧૨ માનદ ડિગ્રી હતી. હોકિંગના કાર્યને જોઇને અમેરિકાએ તેમને સૌથી સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યુ હતુ. બ્રહ્યાન્ડના રહસ્મય પર આધારિત તેમના પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ ખુબ લોકપ્રિય છે. વર્ષ ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસામાન્ય રિસર્ચ કરીને તેમની થિયેરી મોડ આપનાર સ્ટીફન હોકિગ્સ સાઇન્સની દુનિયામાં સૌથી મોટી હસ્તી તરીકે હતી. હેરાન કરનાર બાબત એ રહી છે કે સ્ટીફન હોકિંગ્સના દિમાગને બાદ કરતા કોઇ શરીરના હિસ્સા કામ કરતા ન હતા. સ્ટીફન હોકિંગે ધ ગ્રેડ ડિજાઇન, યુનિવર્સ ઇન નટશેલ, માઇ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયોરી ઓફ એવરિથિંગ જેવા અનેક પુસ્તકો લખ્યા હતા. સ્ટીફન હોકિંગ એક અસામાન્ય બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીના કારણે તેમના શરીરના જુદા જુદા અંગોએ ધીમે ધીમે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. હોકિંગ જ્યારે ઓક્સફોર્ડમાં ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને સીઢી ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ધીમે ધીમે આ સમસ્યા એટલી હદ સુધી વધી હતી કે તેમને બોલવામાં પણ તકલીફ પડતી હતી. એએલએસ નામની બિમારીના કારણે દર્દીનુ મોત થઇ જાય છે. સ્ટીફનને ૨૧ વર્ષની વયે આ બિમારી થઇ ગઇ હતી. એ વખતે તબીબોએ કહ્યુ હતુ કે સ્ટીફન હોકિંગ બે વર્ષથી વધારે સમય સુધી જીવી શકશે નહી. તેમનુ વહેલી તકે અવસાન થઇ જશે. દુનિયાભરમાં લોકપ્રિય રહેલા ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત પ્રોફેસર સ્ટિફન હોકિંગને બ્લેકહોલ્સ પર તેમની શોધ માટે ઓળખવામાં આવે છે. ૮મી જાન્યુઆરી ૧૯૪૨ના દિવસે સ્ટિફન હોકિંગનો જન્મ થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમનો જન્મ થયો હતો. તેમના પુસ્તકો સૌથી વધારે વેચાતા પુસ્તકોમાં રહ્યા છે. તેમના કોસ્મોલોજી પરના પુસ્તકની એક કરોડ નકલ વેચાઈ હતી. તમામ જાણકાર લોકો માને છે કે, તેમનામાં અદભુત શક્તિ હતી. અસામાન્ય બિમારી હોવા છતાં સ્ટિફન હોકિંગ્સ વ્હીલચેર મારફતે તમામ મુવ કરી શકતા હતા. તેમના ઉપર આધારિત ફિલ્મ પણ બની ચુકી છે. ૨૦૧૪માં સ્ટિફન હોકિંગ્સની લાઇફ ઉપર આધારિત ફિલ્મ દ થિયરી ઓફ એવરીથિંગ રજૂ કરવામાં આવી હતી. પ્રોફેસર સ્ટિફન હોકિંગ્સે ૧૯૬૫માં પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સેસ વિષય પર પીએચડી કરી હતી. રસપ્રદ બાબત એ છે કે, સ્ટિફન ગણિતમાં નિષ્ણાત બનવા ઇચ્છુક હતા પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટિફન હોકિંગ માત્ર ૨૧ વર્ષના હતા ત્યારે તેમને એમિયોટ્રોફિક લેટરલ સ્કેરોસિસ (એએલએસ) નામની બિમારી થઇ ગઈ હતી જેના કારણે તેમના મોટાભાગના શરીરના હિસ્સા ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. આ બિમારીથી ગ્રસ્ત લોકો મોટાભાગે બેથી ૫ વર્ષ જીવી શકે છે પરંતુ તેઓ ૭૬ વર્ષ સુધી જીવી શક્યા હતા. પોતાના અભ્યાસને જારી રાખીને દુનિયાભરને ચોંકાવી દેનાર સ્ટિફન હોકિંગે પોતાની શોધથી નવી આશા જગાવી હતી. વ્હીલચેર મારફતે ચાલી શકતા હતા અને કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે સમગ્ર દુનિયાથી જોડાયેલા હતા. તબીબો પણ તેમના જીવનને એક ચમત્કાર તરીકે ગણે છે. તેમના લાઇફ ઉપર આધારિત ફિલ્મ પણ બની ચુકી છે. ૨૦૧૪માં દ થિયરી ઓફ એવરીથિંગ નામની ફિલ્મ રજૂ કરાઈ હતી. સ્ટિફન હોકિંગે ૧૯૬૫માં પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સિસ વિષય ઉપર પીએચડી કરી હતી. તેના પીએચડીની ડિગ્રીને પણ અભૂતપૂર્વ ગણવામાં આવે છે. તેમણે લખેલી થિયરીને હજુ પણ જોવામાં આવે છે. સ્ટિફન હોકિંગ આ બિમારીની સાથે આટલા લાંબા સમય સુધી જીવનાર પ્રથમ વ્યક્તિ તરીકે હતા. રસપ્રદ બાબત એ છે કે, સ્ટિફન ગણિતના નિષ્ણાત બનવા ઇચ્છુક હતા પરંતુ તેમના પિતા તેમને મેડિકલ સાથે જોડાવવા કહેતા હતા. યુનિવર્સિટી કોલેજોમાં એ ગાળામાં ગણિત ઉપલબ્ધ નહીં હોવાના કારણે હોકિંગે આખરે ફિઝિક્સ ઉપર પસંદગી ઉતારી હતી. ત્રણ વર્ષ બાદ નેચરલ સાયન્સમાં ફર્સ્ટક્લાસ ઓનર્સ ડિગ્રી મેળવી હતી.

Related posts

પુલવામામાં થયેલા હુમલાનો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો

aapnugujarat

ભારતમાં દર કલાકે ૧૪નાં અકસ્માતમાં મોત

aapnugujarat

राजस्थान से मनमोहन सिंह का चुनाव निर्विरोध हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1