Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સ્ટિફન હોકિંગને વિશ્વભરના લોકો તરફથી અંજલિ અપાઈ

મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગના નિધનથી વિજ્ઞાન સમુદાયમાં આખાતનું મોજુ ફરી વળ્યું છે. વિશ્વના તમામ ટોચના નેતાઓ અને વિજ્ઞાન સમુદાય સાથે જોડાયેલા લોકો, ટોચની કંપનીઓના કારોબારીઓએ હોકિંગ્સને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે, પ્રોફેસર સ્ટિફન હોકિંગ અદ્‌ભુત વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમની કામગીરી સમગ્ર વિશ્વને પ્રેરણારુપ રહેશે. વિશ્વને વધુ શ્રેષ્ઠ બનાવવામાં તેમની ભૂમિકા અભૂતપૂર્વ રહી હતી. બીજી બાજુ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ હોકિંગને બ્રિલિયન્ટ સાયન્ટિસ તરીકે ગણાવીને તેમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે, આજે વિશ્વએ એક અભૂતપૂર્વ દિમાગ ધરાવનાર વ્યક્તિ ગુમાવી દીધા છે. બીજી બાજુ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ કહ્યું છે કે, વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. નાડેલાએ કહ્યું છે કે, વિશ્વને એક મોટી ખોટ પડી છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. હોકિંગે ખુબ જ જટિલ થિયોરીને સરળ બનાવી હતી. સાથે સાથે સિદ્ધાંતોને સામાન્ય લોકો માટે ખુબ સરળ બનાવી દીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શુભેચ્છા પાઠવી છે. વૈજ્ઞાનિકના અવસાનથી તમામ લોકોને આઘાત લાગ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. મહેન્દ્ર ગ્રુપના વડા આનંદ મહેન્દ્રા, જાણિતા કવિ જાવેદ અખ્તર અને અન્યો પણ હોકિંગને શ્રદ્ધાંજલિ આપીને તેમની સિદ્ધિઓને યાદ કરીને દુખની લાગણી વ્યક્ત કરી છે.

Related posts

અલાસ્કાના પેનિનસુલામાં ૮.૨ તીવ્રતાનો ભૂકંપ

editor

અમેરિકાએ ચીન પર નવા પ્રતિબંધો લગાવ્યા

editor

લશ્કર-એ-તૈયબામાં આંતરિક કલહ, આમિર હમઝાએ બનાવ્યું નવું આતંકી સંગઠન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1