Aapnu Gujarat
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ બનાવવાની તૈયારી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના ફેવરિટ શોમાંથી એક છે. આ શોના રિપીટ ટેલિકાસ્ટને પણ દર્શકો ખુશી-ખુશી જાેવાનું પસંદ કરે છે. લોકડાઉન બાદથી શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ એનિમેટેડ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લોન્ચ કર્યો હતો, જે બાળકોને પસંદ આવી રહ્યો છે. હવે ખબર છે કે શોના મેકર્સ સીરિયલ પરથી ફિલ્મ બનાવી શકે છે. આ વિશે શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ પોતે ઈશારો કર્યો છે. આસિત મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ફેન્સ સીરિયલને લઈને ઘણીવાર સવાલ કરતાં રહે છે. ક્યારેક દયાભાભીના કમબેકને લઈને, તો ક્યારેક પોપટલાલના લગ્નને લઈને. આ વખતે એક ફેને આસિત મોદીને ખાસ વિનંતી કરી છે. ફેને આસિત મોદીને ટ્‌વીટ કરતાં લખ્યું કે, ‘પ્લીઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ફિલ્મ બનાવાનો. આ શો દુનિયાનો બેસ્ટ શો છે. કૃપા કરીને તેના પર ફિલ્મ બનાવોને અને ઈતિહાસ રચી દો. અમે તે ફિલ્મને સુપરહિટ બનાવીશું’. ફેનનો મેસેજ જ્યારે આસિત મોદી સુધી પહોંચ્યો તો તેમણે તરત જવાબ આપ્યો. ટ્‌વીટને રી-ટ્‌વીટ કરતા લખ્યું હા. આસિત મોદીના જવાબ પર અન્ય ફેન્સના રિએક્શન સામે આવ્યા છે અને તેઓ અલગ-અલગ પ્રકારના આઈડિયા આપી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, પોપટલાલ અને ભારતી ‘કાલા કૌઆ મિશન પર છે. જેમાં તેમનો ઉદ્દેશ કોરોનાની દવાઓની કાળાબજારી કરતાં એક વેપારીને પકડવાનો છે. આ માટે તેઓ રિસોર્ટ પહોંચે છે. તેમના આ મિશનમાં જેઠાલાલ, ચંપકચાચા અને બાઘા પણ જાેડાયા છે. જાે કે, પોપટલાલ અને ભારતી કાળાબજારી કરતાં શખ્સના હાથએ ઝડપાઈ જાય છે. તેમના આદમીઓએ બંનેને વોટર પાર્કમાં બાંધી રાખ્યા છે. બીજી તરફ જેઠાલાલ, ચંપકચાચા અને બાઘા પેલા બંને ક્યાં ગયા તેની શોધમાં છે. ચાલુ પાંડે પણ રિસોર્ટ પણ આવી જાય છે અને જેઠાલાલ, ચંપકચાચા અને બાઘા કાળાબજારી હોવાનું સમજી બેસે છે. જણાવી દઈએ કે, હાલ આ સીરિયલનું શૂટિંગ દમણના એક રિસોર્ટમાં ચાલી રહ્યું છે.

Related posts

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

aapnugujarat

‘મારા મૌનને મારી નબળાઈ ન સમજી લેતા…’ ‘રોશનભાભી’ની Asit Kumarr Modiને ચેતવણી

aapnugujarat

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1