Aapnu Gujarat
મનોરંજન

સિદ્ધાર્થ તેમજ જેક્લીન હાલ ફ્લેટની તપાસ કરી રહ્યા છે

લાંબા સમયથી એવા અહેવાલ આવી રહ્યા છે કે સિદ્ધાર્થ મલહોત્રા અને જેક્લીન એકબીજાના પ્રેમમાં છે. હવે લાગે છે કે તેમની વચ્ચે પ્રેમ હવે વધારે મજબુત સંબંધની દિશામાં આગળ વધી શકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો જેક્લીન અને સિદ્ધાર્થ એક સાથે રહેવા માટે ફ્લેટની શોધ કરી રહ્યા છે. બંને મુંબઇના જુહુ વિસ્તારમાં યોગ્ય જગ્યાની શોધ કરી રહ્યા છે. હાલમાં બન્ને બાન્દ્રામાં જુદા જુદા વિસ્તારમાં રહે છે. જો કે સારા ફ્લેટની શોધ તેમના દ્વારા ચાલી રહી છે. આદર્શ મકાન મળી ગયા બાદ બન્ને સાથે રહેવા લાગી જશે. કેટલીક વખત જેક્લીન સિદ્ધાર્થની ઘરની આસપાસ પણ નજરે પડી છે. તેમના સંબંધને લઇને ક્યારેય કોઇ વાત કરવામાં આવી રહી નથી. બંને એકબીજાને પોતાના સારા મિત્ર તરીકે ગણાવે છે. પ્રેમ સંબંધ હોવાના હેવાલને સમર્થન મળી રહ્યુ નથી. જો કે તેમની વચ્ચે જે પ્રકારની કેમિસ્ટ્રી છે તે જોતા લાગે છે કે બન્ને એકબીજાના પ્રેમમાં છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ કારગિતના હિરો રહી ચુકેલા કેપ્ટન વિક્રમ બત્રાની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં નજરે પડનાર છે. જ્યારે જેક્લીન તો હાલમાં ટોપ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાનની સાથે તે ફરી એકવાર કામ કરી રહી છે. ફિલ્મમાં અન્ય કલાકારોની વાત કરવામાં આવે તો તેમાં અનિલ કપુર, બોબી દેઓલ અને ડેઝી શાહનો સમાવેશ થાય છે. રેસ-૩ ફિલ્મ સુપરહિટ સાબિત થશે તે બાબત તો પહેલાથી જ નક્કી છે. કારણ કે ફિલ્મ સલમાન અને જેક્લીન વચ્ચેની છે. આ બન્નેની જોડી પહેલા કિક ફિલ્મમાં સાથે હતી. જે ચાહકોને પસંદ પડી હતી. હવે ફરી એકવાર આ જોડી સાથે આવી રહી છે. સલમાન હાલમાં બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તેની તમામ ફિલ્મો સફળ સાબિત થઇ રહી છે. બીજી બાજુ સિદ્ધાર્થની ફિલ્મો હાલમાં હિટ સાબિત થઇ રહી નથી.

Related posts

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

ટાઇગર શ્રોફ ખુબ સારો મિત્ર છે : દિશા પાટની

aapnugujarat

અર્શી ખાનના પ્રકાશમાં રહેવા માટે સતત પ્રયાસો : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1