Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની લોકપ્રિયતા દેશમાં હજુ યથાવત : અમિત શાહ

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પૂર્ણાહુતિ આડે ગણતરીના ત્રણ દિવસ રહ્યા છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે આજે દાવો કર્યો હતો કે કર્ણાટકમાં તમામ સર્વે અને ઓપિનિયન પોલ ખોટા સાબિત થશે અને અંતે ભાજપની શાનદાર જીત થશે. એક અગ્રણી અખબાર સાથેની મુલાકાતમાં અમિત શાહે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. તેમની લોકપ્રિયતાના કારણે વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂટણીમાં પણ પાર્ટી જીત મેળવશે. કર્ણાટકની ચૂંટણીમાં પાર્ટીના દેખાવ અંગે પુછવામાં આવતા શાહે કહ્યુ હતુ કે અમને સ્પષ્ટ બહુમતિ મળી જશે. પાર્ટી સંગઠનની મજબુત કામગીરી અને બીએસ યેદીયુરપ્પાની મહેનત તેમજ મજબુત ઇચ્છાશક્તિના કારણે પાર્ટીની જીત થશે. ૧૫મી મે બાદ મુખ્યપ્રધાન બદલાઇ જશે. કર્ણાટક ચૂંટણીના પરિણામની વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી પર અસર થશે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે દરેક ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણ માટે ઉપયોગી હોય છે. તેમણે ઉમેર્યુ હતુ કે તમામ મહત્વના મોરચે કર્ણાટક સરકાર મોટા ભાગે ફ્લોપ રહી છે. સરકારના શાસનકાળમાં ૩૫૦૦ ખેડુતો આત્મહત્યા કરી ચુક્યા છે. કર્ણાટકમાં ખેડુતોના આત્મહત્યાના આંકડામાં ૧૭૩ ટકા સુધીનો જંગી વધારો થયો છે. જે દેશમાં સૌથી વધારે છે. મોટા પ્રમાણમાં ખેડુતો દ્વારા આત્મહત્યા કરવામાં આવી રહી હોવા છતાં સરકાર ગંભીર દેખાતી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ભાંગી પડી છે. તેમણે દાવો કરતા કહ્યુહતુ કે ૨૪ જેટલા ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી ચુકી છે. અનેક હત્યાના બનાવો છતાં પોલીસ નિષ્ક્રિય દેખાઇ રહી છે. ભાજપ હમેંશા વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની વાત કરે છે પરંતુ અહીં તો કોંગ્રેસ પાર્ટીએ પણ વિકાસના મુદ્દા પર ચૂંટણી મેદાનમાં જવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે વિકાસની વાત થઇ રહી છે પરંતુ વિકાસ લોકો અનુભવ કરી રહ્યા નથી. બેંગલોરમાં ટ્રાફિક જામની સ્થિતી અનેક વાત કરી દે છે. કેટલાક પોલ કહી રહ્યા છે કે કર્ણાટકમાં કોઇ પાર્ટીને બહુમતિ મળશે નહી તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે તેઓ રાજ્યમાં ચારેબાજુ ફરી રહ્યાછે અને તેમને વિશ્વાસ છે કે રાજ્યના લોકો વર્તમાન સરકારથી ત્રાસી ગયા છે. લોકો અમને નિર્ણાયક પરિણામ આપનાર છે. રાજ્યમાં મુખ્યરીતે ત્રિકોણીય સ્પર્ધા થનાર છે. અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ૨૪ ભાજપ કાર્યકરોની હત્યા થઇ છે. એક જ સમાન મોડેસ ઓપરેન્ડીનો આમા ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટર બાઇક ઉપર આવેલા લોકોએ તેમની હત્યા કરી લીધી હતી પરંતુ થોડાક જ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અમિત શાહે ઉમેર્યું હતું કે, વિકાસના નામ ઉપર કોઇ વાત આગળ વધી રહી નથી. ૧૪માં નાણા પંચ હેઠળ ફાળવવામાં આવેલા ૨.૧૯ લાખ કરોડ રૂપિયા ઉપરાંત કેન્દ્ર સરકાર ૮૦૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. કર્ણાટકના લોકો ભાજપ શાસિત રાજ્યોમાં ઉંચા વૃદ્ધિદરને જોઈ રહ્યા છે અને ભાજપ અંગે આશાવાદી બનેલા છે. મોદીની લોકપ્રિયતા પાર્ટી માટે સૌથી મહત્વની બાબત છે. તેમના દેખાવના લીધે પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી છે. કેન્દ્રમાં ચાર વર્ષ બાદ મોદી સાથે બેસીને થાક લાગે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના શબ્દોમાં તેઓ વિશ્વાસ રાખતા નથી.

Related posts

कर्नाटक के स्पीकर बोले : किसी भी कीमत पर आज ही विश्वासमत के लिए वोटिंग कराएंगे

aapnugujarat

उद्योगों को कर राहत से निवेश, वृद्धि को मिलेगा बढ़ावा : प्रधान

aapnugujarat

સરહદ પર યુદ્ધવિરામ ભંગ મુદ્દો લોકસભામાં ઉઠ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1