Aapnu Gujarat
મનોરંજન

અર્શી ખાનના પ્રકાશમાં રહેવા માટે સતત પ્રયાસો : અહેવાલ

બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ ભારતીય મોડલ, અભિનેત્રી અને રિયાલિટી પર્સનાલિટી અરશી ખાન હવે ચર્ચામાં રહેવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. તે હિન્દી ફિલ્મો હાંસલ કરવા પણ પ્રયાસ કરી રહી છે. ટીવી કાર્યક્રમ અને શોમાં તેને બોલાવવામાં આવી રહી છે પરંતુ ફિલ્મો હજુ મળી હોવાના હેવાલ મળ્યા નથી. હાલમાં અર્શીએ લોકપ્રિય હરિયાણાની ગાયિકા સપના ચૌધરીના ભાઇના લગ્નમાં પણ હાજરી આપીને ચર્ચા જગાવી હતી. તે સપના સાથે નવા નવા પોઝ પડાવતી દેખાઇ હતી. બિગ બોસ બાદથી તેની લોકપ્રિયતા અતિ ઝડપથી વધી રહી છે. તે હવે સેક્સી સ્ટાર સની લિયોન બાદ દેશમાં ગુગલ ઇન્ડિયાની બીજી સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે. એટલામાં ઓછુ હોય તેમ તેને બોલિવુડમાં ફિલ્મ પણ મળે તેવા સંકેત છે. કેટલીક ફિલ્મો હાથમાં આવી છે . જો કે હજુ સુધી આની જાહેરાત કરવામાં આવી નથી. બિગ બોસના ઘરમાં રહ્યા બાદ અર્શી ખાને જોરદાર લોકપ્રિયતા જગાવી હતી.અર્શી ખાન હવે ભારતની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે. અર્શી થિયેટરમાં એક્ટિંગની શરૂઆત કરી ચુકી છે. જો કે તે ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી ગઇ હતી. હવે તે બિગ બોસ બાદ સૌથી વધારે લોકપ્રિય થઇ રહી છે. બિગ બોસ-૧૧ મારફતે તે તમામ ચાહક વર્ગમાં જાણીતી બની ગઇ છે. મોડલિંગ ઇન્ડ્‌સ્ટ્‌રીઝ તરફથી પણ તેને ઓફર મળવા લાગી હતી. વર્ષ ૨૦૧૪માં અર્શી ખાન મિસ ગ્લોરી અર્થ બ્યુટી સ્પર્ધા જીતી ગઇ હતી. વર્ષ ૨૦૧૪માં તેબિકિની ઓનલાઇન સ્પર્ધામાં બીજા સ્થાને રહી હતી. તમામ લોકો જાણે છે કે તેની ભારતની પ્રથમ મેઇનલાઇન બોલિવુડ ફોરડી ઐતિહાસિક એક્શન ફિલ્મ લાસ્ટ એમ્પાયર માટે પસંદગી કરવામાં આવી હતી. બિગ બોસ-૧૧માં તે ભાગ લઇને તમામમાં છવાઇ ગઇ હતી. શોના છેલ્લા બે શોમાં તેના નામ પર વિચારણા કરવામાં આવી હતી. જો કે તે સ્થાન મેળવી શકી ન હતી. અર્શી ખાન બોલ્ડ નિવેદન કરવા માટે જાણીતી રહી છે. એક વખતે અર્શીએ દાવો કર્યો હતો કે ચર્ચાસ્પદ રાધે મા વેશ્યાવૃતિ નેટવર્ક ચલાવે છે. તેમાં સામેલ થવા માટે તેને કહેવામાં આવ્યુ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં તેની સામે હાફિઝ મોહમ્મદ સઇદ દ્વારા ફતવો જારી કરવામાં આવ્યો હતો. બિકિનીમાં તેના ફોટોના કારણે તેની સામે આ ફતવો જારી કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં અર્શી ખાનની ધરપકડ પણ પુણેમાં એક વેશ્યાવૃતિ નેટવર્કના મામલે કરવામાં આવી હતી. બિગ બોસમાં તેના રોકાણ દરમિયાન તેની સામે જલંધરમાં એક કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યુ હતુ. અર્શી ખાન ભારતમાં ે લોકપ્રિયતા મેળવે છે.

Related posts

શિલ્પા અને રાજ કુન્દ્રા સહિત પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

editor

सबसे ज्यादा सर्च करने वाली सिलेब्रिटी बनीं प्रियंका

aapnugujarat

तापसी पन्नू हाल के दिनों में वकील को मिलने में व्यस्त हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1