Aapnu Gujarat
મનોરંજન

અક્ષય ૧૩ વર્ષ બાદ અબ્બાસ-મસ્તાન સાથે કામ કરશે

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ૧૩ વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિર્દેશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દર્શાવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યા છે કે કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. અબ્બાસ મસ્તાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનેલી એતરાજ ફિલ્મમાં તે છેલ્લે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્ક્રીપ્ટ અક્ષય કુમાર વાંચી ચુક્યો છે. તેને પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મમા ૧૨ પાત્રો રાખવામાં આવ્યા છે. એવી આશા છે કે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરનાર છે. આને શુટ કરવા માટે અક્ષય કુમાર તેના વ્યસ્ત કાર્યક્રમ હેઠળ ૨૫ દિવસ કાઢનાર છે. જો કે પટકથા પર અક્ષય કુમારે સ્પષ્ટ રીતે કામ કરવાની તૈયારી દર્શાવી નથી. આ પહેલા અક્ષય કુમાર અબ્બાસ મસ્તાની સાથે ખિલાડી, એતરાજ અને અજનબીમાં નજરે પડ્યો હતો. એટલુ જ નહી એક વર્ષમાં અનેક ફિલ્મો કરવા માટે જાણીતા રહેલા અક્ષય કુમારે હાલમાં પોતાની નવી ફિલ્મ ગોલ્ડના શુટિંગને પૂર્ણ કરી લીધી છે.
ગોલ્ડ ફિલ્મમાં તેની સાથે મૌની રોય નજરે પડનાર છે. સારી બાબત એ છે કે અબ્બાસ મસ્તાન સાથે અક્ષયે જે ફિલ્મો કરી છે તે તમામ બોક્સ ઓપિસ પર સારી સફળતા મેળવી ગઇ છે. રોલ પણ જોરદાર હોય છે. અબ્બાસ મસ્તાન સાથે પોતાની ફિલ્મના સંબંધમાં અક્ષય તરફથી કોઇ વાત કરવામાં આવી નથી.

Related posts

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

aapnugujarat

ડાન્સ ફિલ્મમાં વરૂણ તેમજ કેટરીના કેફની જોડી છવાશે

aapnugujarat

રડતા રડતા કહી શકું છું ઈંડસ્ટ્રીમાં મારી સાથે અન્યાય થયો, પરંતુ આ સાચી રીત નથી – જોન

editor

Leave a Comment

UA-96247877-1