Aapnu Gujarat
મનોરંજન

ડાન્સ ફિલ્મમાં વરૂણ તેમજ કેટરીના કેફની જોડી છવાશે

બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાના ચાલી રહેલા ક્રેઝ વચ્ચે હવે યુવા પેઢીમાં લોકપ્રિય વરૂણ ધવન અને કેટરીના કેફની જોડીને ચમકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ અને સંગીત નિર્માતા ભુષણ કુમારે કહ્યુ છે કે રેમો ડિસુઝા ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. ફિલ્મમાં આ બન્નેની જોડી રહેશે. ડિસુઝાના નવી ફિલ્મ તમામ ફિલ્મી ચાહકોને પસંદ પડશે તેવો દાવો પણ ભુષણ કુમારે કર્યો છે. ડિસુઝાની આગામી ડાન્સ ફિલ્મને ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મ તરીકે ગણવામાં આવે છે. તેમાં કોરિયોગ્રાફર અભિનેતા પ્રુ દેવાના ઉપરાંત ધર્મેશ યેલંડે, રાઘવ જુયાલ અને પુનિત પાઠક પણ નજરકે પડનાર છે. જે એબીસીડી-૨માં પણ કામ કરી ચુક્યા છે. ભુષણે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮ ટી સિરીઝ માટે ઐતિહાસિક વર્ષ સાબિત થનાર છે. તેઓ એકલા આ કામ કરી શકે નહી. જ્યારે રિમો ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મને સામેલ કરવા માટે તૈયાર થઇ ગયા ત્યારે અમારી ખુશી આસમાને પહોંચી ગઇ હતી. વરૂણ અને કેટરીના કેફની જોડી ફિલ્મમાં મુખ્ય જોડી રહેશે. બન્નેની જોડી પ્રથમ વખત સાથે આવી રહી છે. સાથે ખુબસુરત જોડી તરીકે રહેશે. ડિસુઝા હાલમાં રેસ-૩ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં સલમાન ખાન, જેક્લીન અને બોબી દેઓલ મુખ્ય રોલમાં છે. અનિલ કપુર પણ કામ કરી રહ્યો છે. ડાન્સ ફિલ્મ હોવાથ યુવા પેઢીને ખાસ આ ફિલ્મ પસંદ પડનાર છે. કેટરીના કેફ છેલ્લે ટાઇગર જિન્દા હે ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન સાથે લાંબા સમય બાદ કેટરીના કેફ નજરે પડી હતી. ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે પુરવાર થઇ હતી.

Related posts

ऋचा ने पायल घोष के खिलाफ किया मानहानि केस

editor

Hollywood actor Harrison Ford’s movie ‘Indiana Jones 5’ shooting start in Next year

aapnugujarat

નતાલી પોર્ટમેન પાસે હાલ અનેક ફિલ્મ હાથમાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1