Aapnu Gujarat
મનોરંજન

રડતા રડતા કહી શકું છું ઈંડસ્ટ્રીમાં મારી સાથે અન્યાય થયો, પરંતુ આ સાચી રીત નથી – જોન

બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી ઈનસાઈડર્સ-આઉટસાઈડર્સ જેવા શબ્દો વધારે સાંભળવા મળે છે. સુશાંતસિંહ રાજપૂતના મોત પછી આ દરેક વસ્તુને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. કંગના રનૌત જેવા સ્ટાર્સ પણ આ મુદ્દાને લઈને બોલિવૂડને ઘેર્યુ છે અને સતત ઈંડસ્ટ્રી ઉપર ભાઈ ભત્રિજાવાદનો આરોપ લગાવ્યો છે. જો કે આ મામલામાં જોન અબ્રાહમનો મત ઘણો અલગ છે. જોન અબ્રાહમ એ ગણતરીના અભિનેતઓમાંથી છે જે ઈંડસ્ટ્રીમાં એક આઉટસાઈડર તરીકે આવ્યો અને બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. જો કે જોન આ ટેગથી પોતાને દૂર રાખવાના પ્રયત્નો કરે છે. તેણે એક વાતચીતમાં કહ્યું કે હું એ નામોમાં વિશ્વાસ નથી કરતો. તે તમને ટિ્‌વટર ટ્રેંડિંગ કલ્ચરનો ભાગ છે.
મને લાગે છે કે દરેક માણસ પછી તે ઈનસાઈડર હોય કે આઉટસાઈડર તેને પોતાની ખુદની લડાઈ લડવી પડે છે. ચાહો તો તમે આ વાતને લઈને શાંતિથી સમાધાન લાવી શકો છો અથવા તો આ વાતને લઈને દિલમાં કડવાહટ રાખો. પરંતુ તમારે આ ફાઈટ લડવી જ પડે છે. દરેક માણસને કોઈ ન કોઈ વસ્તુ સાબિત કરવી પડતી હોય છે. કાં તો તમે આ વાતને લઈને ફરિયાદો કરતા રહો અથવા તો પછી શાંતિથી પોતાના કામ પર ફોકસ કરો. હું આ વાતને લઈને સાફ છું કે હું અહિંયા મારું કામ કરવા આવ્યો છું અને હું તે કરવામાં જ વિશ્વાસ રાખુ છું. શું જોન પણ નેપોટિઝનનો ભોગ બન્યો હતો અને સ્ટાર કિડ્‌સના પગલે ફિલ્મ ગુમાવી હોય ? જેના ઉપર વાત કરતા કહ્યું કે હું આ વાતનો એક જ રીતે જવાબ આપી શકુ છું. જો તમને તક નથી મળતી તો તમે તમારો રસ્તો ખુદ બનાવો છો.
શું હું આ વાતને લઈને નિરાશા અનુભવુ છે કે ઈંડસ્ટ્રીના કોઈ કલાકાર મારા કરતા વધારે તક મળી છે ? જરા પણ નહીં. તેણ વધુમાં કહ્યું કે હું આભારી છું કે પોતાની જગ્યા ખુદ બનાવી છે. મને પોતાના પર આત્મવિશ્વાસ છે. હું પણ રડી શકુ છું, મારી છાતી પીટી શકુ છું અને કહી શકુ છું કે મારી સાથે અન્યાય થયો છે. પરંતુ આ મારુ કામ નથી. આ એ વસ્તુ નથી જેનાથી હું બન્યો છું. હું એના કરતા વધારે મજબૂત છું. મારુ માનવુ છે કે જો તમને તક ન મળે તો તમે તમારી તક ખુદ ઉભી કરો. જો તમે આ દૂનિયાથી કોઈ સંબંધ નથી રાખતા તો પોતાની ખુદની દૂનિયા બનાવો.

Related posts

૯મી ઓક્ટોબરથી સોની સબ વીકમાં છદિવસ આપશે મનોરંજન

editor

રણબીર કપુર અને વાણી નવી ફિલ્મમાં સાથે દેખાશે

aapnugujarat

મમતા કુલકર્ણીની ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1