Aapnu Gujarat
મનોરંજન

કેન્ડલ જેનર બ્રાલેસ રહેવામાં માને છે : હેવાલ

૨૨ વર્ષીય મોડલ અને બ્યુટીક્વીન કેન્ડલ જેનર હવે બ્રાલેસ રહેવામાં વધારે માનનાર સેલિબ્રિટીની યાદીમાં જોડાઇ ગઇ છે. તે જાહેરમાં હાલમાં કેટલીક વખત બ્રાલેસ દેખાઇ છે. તેના પહેલા જેનિફર એનિસ્ટન, નિકોલ કિડમેન જેવી સુપરસ્ટાર પણ બ્રાલેસ જાહેરમાં દેખાઇ ચુકી છે. બીજી બાજુ પોપસ્ટાપ રીટા ઓરામાં પણ જેનરની જેવા જ અભિપ્રાય ધરાવે છે. બીજી બાજુ જેનર હવે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી મોડલ બની ગઇ છે. તે તેની તમામ મોટી અને મોંઘી મોડલને પાછળ છોડી દેવામાં સફળ રહી છે. તેના ઇસ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા ૮૫ મિલિયન સુધી પહોંચી ગઇ છે. ટોપ ૧૦ મોડલની યાદીમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે. તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તેનુ પ્રભુત્વ થઇ ગયુ છે. અન્ય મોડલની તુલનામાં આ પ્લેટફોર્મ પર તે ે ગણી સંખ્યા ધરાવે છે. કારા કરતા તે ખુબ આગળ નિકળી ગઇ છે. કારા બીજા સ્થાને છે. તેના ફોલોઅર્સની સંખ્યા ૪૦.૮ મિલિયન જેટલી નોંધાઇ છે. જ્યારે ગીગી હેડિડના ફોલોઅર્સની સંખ્યા ૩૭ મિલિયન છે. જો કે ગીગીની નાની બહેન બેલ્લા ૧૫ મિલિયન ફોલોઅર્સ સાથે અતિ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. કેન્ડલે ફેશન લિજેન્ડ ગણાતી બુન્ડચેનને પણ પાછળ છોડી દેવામાં સફળ રહી છે. ૩૭ વર્ષીય બ્રાઝિયન બોલર હવે સાતમાં સ્થાને ફેંકાઇ ગઇ છે. નવી મોડલ ટોપ ટેનમાં સામેલ થઇ રહી છે. બુન્ડચેનના ફોલોઅર્સની સંખ્યા હવે ૧૩ મિલિયન રહી છે. તમામ લોકો જે ફેશન સાથે જોડાયેલા છે તે જાણે છે કે બ્રાઝિલિયન બ્યુટી મોડલિંગની દુનિયા માટે તમામ માટે પ્રેરણા સમાન રહી છે. દુનિયાની સૌથી મોંઘી મોડલ તરીકે તે વર્ષો સુધી રહી હતી. કેન્ડલ જેનર હવે સોશિયલ મિડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર નંબર વન તરીકે ઉભરી આવી છે. કેટલીક મોડલને ટોપ ટેનમાં સ્થાન ન મળતા તેમના ચાહકોમનાં નિરાશા દેખાઇ રહી છે.

Related posts

સલમાન ખાન સાથે એમી જેક્સન કિક-૨માં દેખાશે

aapnugujarat

ऐक्ट्रेस मीनाक्षी थापा मर्डर केस : मुंबई सेशंस कोर्ट ने दोनों दोषियों को आजीवन कैद की सजा सुनाई

aapnugujarat

OMG 2 પર લાગી રોક? રિલીઝ સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઈન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1