Aapnu Gujarat
મનોરંજન

OMG 2 પર લાગી રોક? રિલીઝ સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડનો ઈન્કાર

ભગવાન અને ભક્તના ખાસ સંબંધને પડદા પર લાવનાર અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. 11 જુલાઈના રોજ મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ટ્રીઝર લોકોને પસંદમાં આવી રહ્યું છે. પરંતુ હવે ‘OMG 2’ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્સર બોર્ડે અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ને લઈને બોલિવૂડના કોરિડોરમાંથી એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેન્સર બોર્ડે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ અભિનીત આગામી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આટલું જ નહીં સેન્સર બોર્ડે ‘ઓહ માય ગોડ 2’ રિવ્યુ કમિટીને મોકલી છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી ‘OMG’ની સિક્વલ છે. તમને જણાવી દઈએ કે, પરેશ રાવલ અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો અને હવે ‘OMG 2’ની રિલીઝ પહેલા જ વિવાદોના વાદળો ઘેરાઈ રહ્યા છે.

જ્યારથી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તેની રિલીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. લાંબા સમય સુધી તેની એક ઝલક મેળવવા દરેક જણ ઉત્સુક હતા. આવી સ્થિતિમા નિર્માતાઓએ 11 જુલાઈના રોજ અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ અભિનીત આ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું હતું, જેમાં બધાની રાહનો અંત આવ્યો હતો. ટ્રીઝરમાં જોવા મળી રહ્યું છે કે, અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળી રહ્યો છે. ‘OMG 2’નું ટીઝર લોકોને ખૂબ પસંદ આવ્યું.
પ્રથમ ફિલ્મની વાર્તા નાસ્તિક કાનજી લાલ મહેતા પર આધારિત હતી, ‘OMG 2’ આસ્તિક કાંતિ શરણ મુદગલની આસપાસ વણાયેલી છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન તેમના ભક્તો વચ્ચે ક્યારેય ભેદ પાડતા નથી. ફિલ્મનું ટીઝર ખરેખર અદ્ભુત લાગે છે અને બંને કલાકારોનો અભિનય પણ પ્રભાવશાળી હતો. ‘OMG 2’ના ટીઝરે રિલીઝ થતાની સાથે જ સનસનાટી મચાવી દીધી હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવાની છે.

Related posts

કરણ સાથે ફિલ્મોની ઓફર મળી રહી છે : બિપાશા બાસુ

aapnugujarat

ટાઇગરની સાથે દેખાવવાથી ફિલ્મ ઉપર અસર થશે નહીં : દિશા

aapnugujarat

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1