Aapnu Gujarat
રાષ્ટ્રીય

PUBG, Free Fireને કારણે 14 વર્ષના બાળકે માનસિક સંતુલન ગુમાવ્યુ

ફ્રી ફાયર અને પબજી (PUBG AND FREE FIRE) જેવી ગેમ્સના વ્યસનને કારણે ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. PUBG ગેમ રમ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર પોતાનો પ્રેમી શોધવા નેપાળ થઈને ભારત આવી હતી. તે જ સમયે રાજસ્થાનના અલવરથી ઓનલાઈન ગેમ્સ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળકે ઓનલાઈન મોબાઈલ ગેમ્સની લતને કારણે માનસિક સંતુલન ગુમાવ્યું છે. FIRE FIRE..આ બાજુથી બાજુમાં…14 વર્ષનો બાળક રાત્રે સૂતી વખતે કંઈક આવી બુમો પાડતો હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઊંઘમાં પણ તેના હાથ ફરતા રહે છે અને તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું છે.

અલવરના મુંગાસ્કા કોલોનીમાં રહેનારા 7મું ધોરણ ભણનારા વિદ્યાર્થીઓનો આ કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 7 મહિનાથી તે પબ્જી અને ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમ્સ રમતો હતો. આ ગેમની લતને કારણે તે દિવસમાં 14થી 15 કલાક ગેમ રમતો હતો. માતા-પિતા જો તેને ટોકે તો તે રાતે ચાદર અને રજાઈ ઓઢીને ગેમ રમતો હતો. લાંબા સમય સુધી ગેમ રમવાને કારણે તેનો સ્ક્રીન ટાઈમ વધવા લાગ્યો હતો, જેના કારણે તેને માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. પુત્રએ માનસિક સંતુલન ગુમાવી દીધા બાદ માતા-પિતા તેને એક સ્પેશલ સ્કૂલમાં લઈને આવ્યા છે, જ્યાં ટ્રેનર તેની રોચક રીતે સારવાર કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરી રહેલા સ્પેશલ ટીચર ભવાની શર્માએ જણાવ્યુ હતુ કે, અમારી સ્પેશલ સ્કૂલમાં જે બાળક આવ્યો છે. તેના માતા-પિતા સાથે વાત કરીને અને આકલન કર્યા બાદ અમને જણવા મળ્યુ છએ કે, આ વિદ્યાર્થીને પબ્જી અને ફ્રી ફાયર જેવી ગેમોની લત લાગી ગઈ હતી. Free Fire જેવી ગેમ વારંવાર હાર્યા બાદ તેની અસર મગજ પર પડે છે. અત્યારે આ વિદ્યાર્થીને ફ્રી ફાયર અને તેના જેવી ગેમો રમાડવામાં આવે છે અને આ વિદ્યાર્થીને ગેમ જીતાડવામાં આવી રહી છે, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધશે અને તેની માનસિક સ્થિતિ ઠીક થશે.
કાઉન્લિંગ સ્પેશલ ટીચર ભવાની શર્મા જણાવે છે કે, વીડિયો ગેમમાં હારવાની અસર બાળકોના મન સારી પડતી નથી. જ્યારે ગેમ્સની લત અને વધુ પડતા ફોકસને કારણે તેનો માનસિક પ્રભાવ પડે છે. આવા કેસમાં તે આત્મહત્યા કરી દે છે અથવો તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે. આવા કેસમાં આવા બાળકને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેના કારણે તે પોતાની હાર અને ડર પર કાબૂ મેળવી શકે.

Related posts

बजट 2021-22 को वित्त मंत्री ने डिजिटल तरीके से किया पेश

editor

નીતિશ કુમાર ફરી મહાગઠબંધનને આપશે ઝટકો!

aapnugujarat

દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી, એનસીઆર ટોપ પર : REPORT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1