Aapnu Gujarat
મનોરંજન

ટાઇગરની સાથે દેખાવવાથી ફિલ્મ ઉપર અસર થશે નહીં : દિશા

અભિનેત્રી દિશા પટાની હાલમાં અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર સાથે ફિલ્મ બાગી-૨માં વ્યસ્ત થયેલી છે. આ ફિલ્મ હવે ૩૦મી માર્ચના દિવસે રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મ સિવાય પર બન્ને સાથે નજરે પડી રહ્યા છે. દિશાએ હાલમાં વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે તે ટાઇગર સાથે દેખાય છે તો આના કારણે ફિલ્મ પર કોઇ અસર થશે નહી. જાહેર કાર્યક્રમમાં ટાઇગર અને દિશા મોટા ભાગે એક સાથે નજરે પડે છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાના હેવાલ પણ વારંવાર આવતા રહ્યા છે. હવે નવા હેવાલ આવ્યા છે કે તેમની વચ્ચે જોરદાર પ્રેમ સંબંધ છે. બન્ને એકબીજાના પ્રેમમાં છે. હવે બાગી-૨ ફિલ્મમાં પણ તેમની જોડી નજર પડનાર છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મમાં પણ ચાહકોને જોવા મળનાર છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો નિર્માતા નિર્દેશકો માની રહ્યા છે કે જો આ બન્ને જાહેરમાં સાથે હાલમાં નજરે પડશે તો ફિલ્મની કમાણી પર પ્રતિકુળ અસર થઇ શકે છે. ફિલ્મની રજૂઆત વેળાની જે તાજગી હોવી જોઇએતે દેખાશે નહી. બીજી બાજુ આ મામલે દિશાએ દાવો કરતા કહ્યુ છે કે તેના અને ટાઇગર વચ્ચેના રિલેશનને લઇને કોઇને કોઇ સમસ્યા નથી. જો તેઓ બન્ને સાથે નજરે પડે છે તો ફિલ્મ પર કોઇ નકારાત્મક અસર થશે નહી. દિશાના કહેવા મુજબ કોઇ ફિલ્મની પટકથા જ ફિલ્મને આગળ લઇને જાય છે. બાગી-૨ ફિલ્મમાં ટાઇગર અને દિશા ઉપરાંત અરમાન કોહલી, મનોજ વાજપેયી અને રણદીપ હુડા પણ નજરે પડનાર છે. ફિલ્મમાં પ્રતિક બબ્બરની પણ યાદગાર ભૂમિકા છે. બન્ને હાલમાં સાથે કામ કરી રહ્યા છે. ખુબ ઓછા ચાહકોને માહિતી છે કે પ્રતિક અને ટાઇગર એક સાથે અભ્યાસ કરી ચુક્યા છે. તેમની વચ્ચે પહેલાથી જ ખુબ સારી મિત્રતા રહેલી છે. આવી સ્થિતીમાં બન્ને સાથે કામ કરીને ભારે ખુશ દેખાઇ રહ્યા છે.

Related posts

‘भारत’ में हुए पाक. सिंगर्स के गाने तो नहीं देखेंगे फिल्म : फैंस की सलमान को चेतावनी

aapnugujarat

कंगनाने उद्धव को कहा वंशवाद का नमूना और शिवसेना को बताया सोनिया सेना

editor

પોતાની મહેનતથી બધાં રોલ હાંસલ કર્યા : હુમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1